આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં નદીઓને પવિત્ર માનીને માતાનો દરજ્જો આપવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે
પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ એક નદી એવી પણ છે કે જે માતા કે દેવી નહીં પણ પિતા તરીકે પૂજાય છે?
ચોંકી ગયા ને? આ હકીકત છે અને આ ભારતની એક માત્ર એવી નદી છે જે નારી સ્વરૂપે નહીં પણ પુરુષ સ્વરૂપે પૂજાય છે
આ પાછળ અનેક માન્યતાઓ છે, ચાલો જાણીએ કે આખરે કઈ છે આ નદી અને કેમ તેને નરસ્વરૂપે પૂજવામાં આવે છે?
આ નદી છે બ્રહ્મપુત્રા. આ નદીને લોકો પુરુષ એટલે કે પિતાસ્વરૂપે પૂજે છે અને એવું કહેવાય છે આ નદી બ્રહ્મદેવના પુત્ર છે
આસામમાં વહેતી આ નદીની હિંદુઓ સિવાય બૌદ્ધ અને જૈન ધર્મના લોકો પણ પૂજા કરે છે
આ નદી ભારતમાં વહેતી તમામ નદીઓમાં સૌથી પહોળી અને ઊંડી છે. 140 મીટર ઉંડીઆ નદી માનસરોવર તળાવની પાસે કૈલાશ પર્વતમાળાના ચેમાયુંગડુંગ હિમનદથી નીકળે છે
તિબેટ, ભારત અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશમાં આ નદી વહે છે જેની લંબાઈ આશરે 2900 કિલોમીટર જેટલી છે
ચોંકી ગયા ને? તમે પણ આગળ આ માહિતી બીજા લોકો સાથે પણ શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો
આવી જ વધુ માહિતીસભર સ્ટોરીઝ વાંચવા અને જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો..