છેલ્લાં કેટલાક સમયથી એક રિપોર્ટ એવો આવી રહ્યો છે કે ભારતીયો વિદેશી નાગરિકતા મેળવવા માટે ઈન્ડિયન સિટીઝનશિપ છોડી રહ્યા છે

કદાચ ત્યાંની બેટર લાઈફસ્ટાઈલ, જોબ ઓપર્ચ્યુનિટીને કારણે આવું હોતું હશે

પરંતુ શું તમે જાણો છો કે બી-ટાઉનના અનેક સેલેબ્સ પાસે ઈન્ડિયન નહીં પણ ફોરેનની સિટીઝનશિપ છે, કે પછી બંને દેશનું નાગરિકત્વ ધરાવે છે?

ચાલો આજે તમને બી-ટાઉનની કેટલીક આવી એક્ટ્રેસ વિશે જણાવીએ-

આ યાદીમાં સૌથી પહેલું નામ છે આલિયા ભટ્ટનું. આલિયાની મમ્મી સોની રઝદાન ઈંગ્લેન્ડમાં જન્મ્યા છે એટલે આલિયા ત્યાંની જ નાગરિક ગણાય છે

કેટરિના કૈફ પણ બ્રિટિશ નાગિરકત્વ ધરાવે છે, પરંતુ તેણે પોતાની એક્ટિંગથી ભારતીય દર્શકોના દિલ જિતી લીધા છે

જેક્વેલિન ફર્નાન્ડિસ શ્રીલંકાની નાગરિક છે, તેણે ચાર્મ અને એક્ટિંગથી બી-ટાઉનમાં પોતાની એક જગ્યા બનાવી છે

તમને જાણીને નવાઈ લાગશે પણ નરગિસ ફખરી પાસે પણ યુએસ સિટીઝનશિપ છે, જેણે રોકસ્ટાકથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું

સની લિયોને પાસે કેનેડા અને યુએસ બંનેની સિટીઝનશિપ છે અને તેણે પણ પોતાના અભિનયથી એક આગવી ઓળખ બનાવી છે

એમી જેક્સને એક દિવાના થાથી ઈન્ડિયન સિનેમામાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ તે બ્રિટીશ મૂળની છે

એવલિન શર્મા એ જર્મનમાં જન્મેલી મૂળ ભારતીય છે અને તેણે યે જવાની હૈ દિવાનીથી ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું

ભાઈસાબ આ નામ સાંભળીને તો તમને વિશ્વાસ નહીં થાય કે બી-ટાઉનની આ એક્ટ્રેસ પણ વિદેશી નાગરિકત્વ ધરાવે છે

આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ આપણી દિપીકા પદુકોણ છે. દિપીકા ડેન્માર્કમાં જન્મી હતી, એટલે તેની પાસે ત્યાંની સિટીઝનશિપ છે