હેડિંગ વાંચીને ચોક્કસ જ મૂંઝવણમાં મૂકાઈ ગયા હશો, પરંતુ તમારો વધારે સમય ના લેતા સીધા કમ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ વાત કરીએ
કુવૈત ટાયરોના કબ્રસ્તાન તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દુનિયાનું સૌથી મોટું ટાયરનું ડંપિંગ ગ્રાઉન્ડ આવેલું છે
કુવૈતના સુલાયબિયા શહેરમાં ટાયરનું સૌથી મોટું ડંપિંગ ગ્રાઉન્ડ એટલું મોટું છે કે સ્પેસમાંથી પણ તમે આ જગ્યા ઓળખી શકો છો
જ્યાં જુઓ ત્યાં બસ ટાયરના ઢગલાં જોવા મળે છે આ જગ્યાએ, જે અરબ પ્રાયદ્વિપના ઉત્તર-પૂર્વમાં આવેલું છે
દર વર્ષે વિદેશથી લાવવામાં આવેલા જૂના ટાયર લાખોના હિસાબે અહીં ડંપ કરાય છે
એક રિપોર્ટ અનુસાર કુવૈતના આ સ્થળ પર 42 મિલિયનથી વધુ ટાયર ડંપ કરવામાં આવ્યા છે
આ જૂના ટાયરમાં આગ લગાવવાને કારણે અહીંની હવા ખૂબ જ પ્રદૂષિત અને ઝેરી બનતી જઈ રહી છે, ઘણી વખત જાતે જ ટાયરમાં આગ લાગી જાય છે
કુવૈતે થોડાક વર્ષો પહેલાં જ ટાયર રિસાઈક્લિંગનું કામ શરૂ કર્યું છે, આ ડંપિંગ ગ્રાઉન્ડમાં એક નવું શહેર વસાવવાની યોજના છે
આ જ કારણે અહીંયા પડેલાં ટાયર સાઉદીની સીમા પાસે અલ સલમી નામની નવી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે
જ્યાં આ ટાયરને રિસાઈકલ કરવામાં આવી રહ્યા છે અને એમાંથી નવા પ્રોડક્ટ બનાવવામાં આવી છે. તેમ છતાં ટાયરોની સંખ્યામાં ઘટાડો નથી જોવા મળ્યો