બોલીવૂડના શહેનશાહથી માંડી સદીના મહાનાયક તરીકે આજે અમિતાભ બચ્ચનને આપણે ઓળખીએ છીએ

આજે 82 વર્ષની ઉંમરે પણ બચ્ચનની લોકપ્રિયતા અકબંધ છે અને તેઓ ફિલ્મો-ટીવી એક્ટિવ રહે છે

કવિ હરિવંશરાય બચ્ચનના આ પુત્રએ અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે અને સફળતાની સીડી ચડી ફરી નીચે પણ પટાકાયા છે

સુપરસ્ટાર બન્યા બાદ નિષ્ફળતા અને દેવાદારીનો કડવો ઘુંટડો પી તેઓ ફરી સફળતાના શિખરો સર કરી રહ્યા છે

...ત્યારે આજે આપણે એ અમિતાભની વાત કરીશું જેણે ફિલ્મમાં નાના-નાના રોલ કરી લોકોને પોતાના તરફ ખેંચ્યા હતા

વર્ષ 1969માં આવેલી સાત હિન્દુસ્તાનીમાં અમિતાભનો રોલ સાવ ન નાનકડો હતો. અનવર અલી નામના બિહારી કવિની ભૂમિકા તેમણે ભજવી હતી

ઑલ ટાઈમ ક્લાસિક આનંદમાં તેઓ ડોક્ટર ભાસ્કરના સપોર્ટિંગ રોલમાં હતા. આ ફિલ્મ જેટલી રાજેશ ખન્નાને ફળી તેટલી જ બચ્ચનને પણ.

પરવાના ફિલ્મમાં તેણે કુમાર સેન નામના ઓબ્સેસિવ લવરનો નેગેટિવ રોલ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નવીન નિશ્ચલ છે.

સુનીલ દત્તના લાખો રૂપિયા ડૂબ્યા તે રેશ્મા ઔર શેરામાં પણ બચ્ચનનો નાનકડો રોલ હતો. છોટુ તરીકે તેનો સાઈડ રોલ હતો, જે કોઈની નજરમાં નહતો આવ્યો

ફિલ્મ ગુડ્ડીમાં જયા ભાદુરી મુખ્ય રોલમાં હતી અને ધર્મેન્દ્રનો રોલ પહેલા બચ્ચનને ઓફર થયો હતો. 10 દિવસના શૂટિંગ બાદ તેમને ના પાડી દીધી હતી.

બૉમ્બે ટુ ગોવામાં પણ અમિતાભનો રોલ સાઈડ હીરો તરીકે જ હતો અને અરૂણા ઈરાની તેની હીરોઈન હતી, પણ ફિલ્મથી તેણે દર્શકોને આકર્ષ્યા હતા.

આ ફિલ્મોના ઘણા લીડ હીરો-હીરોઈન હાલમાં હયાત નથી, તો અમુક એક્ટિવ નથી, પણ બચ્ચન હવે Big B બની બોલીવૂડ પર રાજ કરે છે