હજી તો માર્ચ મહિનો શરૂ જ થયો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે

મુંબઈ સહિત દેશના અલગ અલગ હિસ્સામાં નાગરિકો ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા છે

ગરમીની સિઝનમાં લોકો ઠંડક મેળવવા અને ડિહાઈડ્રેટ રહેવા માટે કલિંગરનું મોટા પ્રમાણમાં સેવન કરે છે

કલિંગર જ્યૂસી, મીઠું હોવાને કારણે તેના સેવનથી આરોગ્યને અનેક ફાયદા પણ થાય છે

આજે અમે અહીં તમને ઉનાળામાં કલિંગર ખાવાથી થતાં કેટલાક ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

કલિંગરમાં ભરપૂર માત્રામાં પાણી હોવાને કારણે તે શરીરને હાઈડ્રેટ રાખે છે, એટલે ઉનાળામાં તે શરીરમાં થતી પાણીની કમીને ઘટાડે છે

કલિંગર સ્કિન કેર માટે પણ બેસ્ટ છે. કલિંગરના સેવનથી સ્કિન ગ્લોઈંગ બને છે અને ફાઈનલાઈન્સ દૂર થાય છે

જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે કલિંગરનું સેવન કરવું જોઈએ

બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં અને પાચનશક્તિને મજબૂત બનાવવામાં પણ કલિંગર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે

ઉનાળામાં થતી સનબર્નની સમસ્યામાંથી પણ કલિંગર જ તમને બચાવે છે

વાત કરીએ કલિંગરના ખાવાના રાઈટ ટાઈમની તો સવારે 10થી 12 અને સાંજે પાંચ વાગ્યા પહેલાં તરબૂચ થાવું હિતાવહ છે

નિયમિતપણે તરબૂચનું સેવન કરવાથી સમર સિઝનમાં હેલ્થ સારી રહી છે