માર્ચ મહિનો શરૂ થતા જ જાણે સૂરજદાદા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે
એપ્રિલ અને મે મહિનામાં પડતી ગરમી અત્યારે જ અનુભવાઈ રહી છે
ત્યારે ડિહાઈડ્રેશન ન થાય અને શરીરમાં પાણીનું લેવલ જળવાઈ રહે એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે
આજે અમે અહીં એક એવા ફૂડની માહિતી લઈને આવ્યા છીએ જેનું સેવન કરવું તમારા માટે લાભદાયી રહેશે
આ સમયે નારંગીનું સેવન કરવું જોઈએ, તેમાં મોટા પ્રમાણમાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો હોય છે
ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં તમારે તમારા ડાએટમાં એક નારંગી તો ખાવી જ જોઈએ
નારંગીનું સેવન કરવાથી એનર્જી અને તાજગીનો અનુભવ થાય છે, જે તમને એક્ટિવ રાખવામાં મદદ કરે છે
તેમાં રહેલા વિટામિન સીને કારણે ઈમ્યુનિટી પાવર વધે છે અને બીમાર નથી પડવાનું જોખમ પણ ઘટે છે
વિટામિન સી શરીરની સાથે સાથે સ્કિન માટે ફાયદાકારક છે, તમારી સ્કિન ગ્લોઈંગ અને સ્મૂધ બને છે
નારંગીમાં ફાઈબર વધુ હોય છે જેને કારણે પાચન શક્તિ પણ સુધરે છે
દરરોજ એક નારંગી ખાવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઘટે છે, હાર્ટ માટે તેનું સેવન કરવું લાભદાયી છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આ માહિતી રિસર્ચ પર આધારિત છે, તેના પર અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી આવશ્યક છે