ભારતીય રસોડામાં લવિંગ અને એલચીનો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે
રસોઈનો સ્વાદ વધારવાની સાથે સાથે લવિંગ અને એલચી પોષક તત્ત્વોની ખાણ પણ છે, જેના સેવનથી સ્વાસ્થ્યને લાભ મળે છે
પરંતુ શું તમને ખબર છે કે બંનેનું સાથે સેવન કરવાથી તમને શું લાભ થશે કે પછી શરીર પર તેની શું અસર જોવા મળશે?
ચાલો તમને એ વિશે જણાવીએ, પણ પહેલાં બંનેમાં જોવા મળતાં પોષક તત્વો વિશે વાત કરીએ
લવિંગમાં મેંગેનીઝ, વિટામીન કે, પોટેશિયમ, બીટા કેરેટીન અને મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે
એલચીની વાત કરીએ તો તેમાં મેગ્નેશિયન, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, વિટામીન બી-6, પ્રોટીમ, ફાઈબર, રિબોફ્લેવિન અને નિયાસિન જેવા પોષક તત્વો જોવા મળે છે
લવિંગ અને એલચી ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે
લવિંગ અને એલચી બોડીને ડિટોક્સિફાય કરે છે, જેને કારણે કિડની, લીવર, આંતરડાની ગંદકી દૂર થાય છે
શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં પણ એલચી અને લવિંગ બંને ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે
એલચી અને લવિંગનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે, જેઓ વારંવાર બીમાર પડે છે તેમણે આ બંનેનું સાથે સેવન કરવું જોઈએ