ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો...

ભારતમાં આપણે ત્યાં કાર એક્સિડન્ટ કે કોઈ પણ દુર્ઘટના થાય તો લોકો મદદ કરવાને બદલે તરત જ કેમેરા ઓન કરીને વીડિયો શૂટ કરવા લાગે છે

હાલમાં જ બિહારના આવા જ એક એક્સિડન્ટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે

જેમાં એન્જિન અને કોચની વચ્ચે ચગદાઈ જતા શંટિંગમેનનું મૃત્યુ થયું હતું, પણ જો તમને કોઈ કહે કે દુનિયામાં એક એવો દેશ પણ છે કે જ્યાં આવું નથી કરી શકાતું

પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેને જેલની સજા ફટકારવામાં આવે છે

આજે અમે તમને દુનિયાના એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ઘાયલ કે મૃત વ્યક્તિના ફોટા લેવા એ ગુનો છે

આ દેશ છે યુએઈ. દુબઈમાં આવું કરનારાને છ મહિનાની સજા કે પછી 1,50,000 કે પછી 5,00,000 દિરહામ જેટલો દંડ ફટકારવામાં આવે છે

2022માં બનાવવામાં આવેલો યુએઈ સાઈબર ક્રાઈમ એક્ટ હેઠળ આવું કરવું દંડનીય અપરાધ છે

આપણે ત્યાં તો દુર્ઘટના થાય કે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય તો તરત જ લોકોની અંદર રહેલો ફોટોગ્રાફર જાગી જાય છે 

દુબઈમાં આવો કાયદો બનાવવામાં આવ્યો છે તો એ પાછળના કારણ વિશે પણ વાત કરી જ લઈએ

આ કાયદો બનાવવા પાછળની એવી માન્યતા છે કે આવું કરવાથી રાહતકાર્યમાં અવરોધ ઊભો થાય છે અને આ સાથે સાથે પીડિતોની પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન થાય છે