ધીરે ધીરે દેશભરમાં મોન્સૂન સક્રિય થઈ રહ્યું છે અને ગરમથી કંટાળેલા નાગરિકો વરસાદની મોજ માણી રહ્યા છે
આપણામાંથી ઘણા લોકોને વરસાદમાં પલળવાનું કે ન્હાવાનું ગમે છે, પરંતુ શું તમને ખબર છે વરસાદમાં ન્હાવાથી ફાયદા પણ થાય છે?
નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
સ્કિન ગ્લો કરેઃ વરસાદમાં પલળવાથી સ્કિન પરના લેયર્સ દૂર થાય છે અને સ્કિન ગ્લો કરે છે
ઈમ્યુનિટી વધારેઃ હળવા વરસાદમાં ભીંજાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે, શરદી ઉધરસ દૂર થઈ જાય છે
હેર ક્વોલિટી સુધારેઃ વરસાદનું ઠંડુ પાણી વાળની ક્વોલિટી સુધારે છે અને વાળ ચમકદાર બને છે
હાર્ટ અને મેન્ટલ હેલ્થ સુધારેઃ વરસાદમાં ન્હાવાથી હાર્ટ અને મેન્ટલ હેલ્થ સુધરે છે અને એકદમ રીલેક્સ ફીલ થાય છે
એનેર્જેટિક ફીલ થાયઃ વરસાદના છાંટા શરીરનો થાક દૂર કરીને તાજગી આપે છે
જોકે, વરસાદમાં ન્હાતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો બીમારી થઈ શકે છે