ભાદરવો મહિનો બેસી ગયો છે. બળબળતા બપોર માટે જાણીતો આ મહિનો આરોગ્ય માટે મહત્વનો છે. 

દરેક ઋતુ પ્રમાણે ખાણીપીણીનું ધ્યાન રાખવું જોઈએ ત્યારે આ મહિનામાં અમુક વસ્તુઓ ખાસ ન ખાવી

ભાદરવામાં પાલક, મેથી, મૂળા જેવા પાંદડાવાળા શાકભાજી અને રિંગણા પેટમાં બળતરા, અપચો, ગેસ કરી શકે

દહીં-છાશ અને આથાવાળી વસ્તુઓ ટાળવી. બેક્ટેરિયા અને ફૂગ આ મહિનામાં વધે છે. 

આથી ઢોસા, ઈડલી, ઢોકળા જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું નહીંતર પેટની સમસ્યા ઉદ્ભવશે

આ સાથે ફોલ્લીઓ, ખિલ થઈ શકે છે, શરીરમાં ખંજવાળ આવે છે. વાળ પણ ખરે છે

આ મહિનામાં ગોળનું સેવન પણ ઓછું કરવું કારણે કે ગોળની પ્રકૃત્તિ ગરમ છે

વધારે પડતું ગોળનું સેવન ગળામાં ખારાશ અને મોઢામાં ચાંદા પાડે છે, બોલવામાં પણ તકલીફ થઈ શકે

આવી જ રીતે ભાદરવામાં મધનું સેવન ટાળવું. મધ શરીરમાં પિતદોષ વધારી શકે છે

આ આયુર્વેદની પ્રાથમિક જાણકારી છે, તમે તમારા નિષ્ણાત અનુસાર અમલમાં મૂકજો.