વર્ષ 2024માં ખરમાસ 15મી ડિસેમ્બરથી શરૂ થશે અને ૧૪ મી જાન્યુઆરી 2025ના રોજ પૂરો થશે
હિન્દુ ધર્મમાં ખરમાસમાં લગ્ન, ગૃહ પ્રવેશ મુંડન જેવી ધાર્મિક ક્રિયાઓ કરવી અશુભ માનવામાં આવે છે
ખરમાસમાં કયા કાર્ય કરવા શુભ અને કયા અશુભ છે તે જાણીએ
કમુરતાના દિવસોમાં ભગવાન વિષ્ણુની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરી શકાય છે ખરમાસના દિવસોમાં
ભગવાન સત્યનારાયણની કથા સાંભળી કે વાંચી શકાય છે
કમૂરતા દરમિયાન દાન કરવું પણ ખૂબ પુણ્યનું કામ મનાય છે દાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે
કમૂરતામાં નિયમિત પ્રમાણે સૂર્યને જળ અર્પણ કરી શકાય છે અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરી શકો છો
કમૂરતામાં ગાયની સેવા કરી શકો છો. ગાયને રોટલી ખવડાવી શુભ માનવામાં આવે છે
કમૂરતામાં માંસાહારી ખોરાક નહીં ખાવો જોઈએ