ધનતેરસના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે કે નવી વસ્તુઓ ખરીદવાનું શુભ માનવામાં આવે છે
આ દિવસે મોટાભાગે લોકો ઓછા-વધુ પ્રમાણમાં સોનુ ખરીદે છે, પણ સોના-ચાંદીના વધતા ભાવ જોતા તે ખરીદવાનું જરા અઘરું જ લાગી રહ્યું છે
આવી પરિસ્થિતિમાં અમે અહીં તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે, ચાલો જોઈએ કઈ છે આ વસ્તુઓ-
વાસણઃ આ દિવસે સોના-ચાંદીને બદલે પિત્તળ, તાંબામાંથી બનેલા વાસણો ખરીદી શકો છો
લક્ષ્મીજી-ગણેશજીની પ્રતિમાઃ આ દિવસે લક્ષ્મીજી અને ગણેશજીને મૂર્તિ ખરીદી શકાય છે, લક્ષ્મીજીનો સંબંધ સમૃદ્ધિ તો ગણેશજીને બુદ્ધિ સાથે સાંકળીને જોવામાં આવે છે
ઈલેક્ટ્રોનિક ગેજેટ્સઃ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ ધનતેરસના દિવસે ખરીદવાનું શુભ માનવામાં આવે છે
પ્રોપર્ટી કે વાાહનઃ ધનતેરસના દિવસે સોના-ચાંદી સિવાય પ્રોપર્ટી કે વાહનની ખરીદી કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે
સાવરણીઃ સાવરણીનો સંબંધ ધનની દેવી લક્ષ્મીજી સાથે છે અને એટલે જ આ દિવસે સાવરણી પણ ખરીદી શકાય છે
ગોમતી ચક્રઃ વાસ્તુશાસ્ત્ર અને હિંદુ માન્યતાઓ અનુસાર ગોમતી ચક્રને સાથે જોડીને જોવામાં આવે છે
દીવાઃ દિવાળી તો પ્રકાશનો પર્વ છે અને એટલે જ ધનતેરસના દિવસે દિવા ખરીદવું પણ શુભ માનવામાં આવે છે