દિવાળી એ હિંદુઓનો પ્રમુખ તહેવાર છે અને આ વખતે દિવાળીનો તહેવાર આજે ઉજવવામાં આવશે

એવી માન્યતા છે કે આ દિવસે ધનની દેવી મા લક્ષ્મી ધરતી પર અવતરે છે અને ભક્તોના કષ્ટ દૂર કરે છે

આજે અમે અહીં તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે દિવાળીના દિવસે જોવા મળી જાય તો આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા વરસે છે

એટલું જ નહીં પણ આખું વર્ષ આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો, લાભ જ લાભ થાય છે

ઘુવડઃ દિવાળીના દિવસે ઘુવડ જોવા મળી જાય તો ધનની દેવી મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે, અને તેઓ તમારા પર કૃપા વરસાવશે

ગરોળીઃ દિવાળીની રાતે જો તમને ગરોળી જોવા મળી જાય તો તે લક્ષ્મીના આગમનનું સંકેત ગણાય છે

બિલાડીઃ દિવાળીના દિવસે જો રાતના ઘરની આસપાસ બિલાડી જોવા મળી જાય તો તે પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ લઈને આવે છે

ગાયઃ દિવાળીના દિવસે લાલ રંગની ગાય દેખાય તો તે શુકન માનવામાં આવે છે, ગાયને હિંદુશાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે

કાગડોઃ દિવાળીના દિવસે ઘરની બારી પર કાગડો કાવ કાવ કરે તો તેને શુભ સંકેત ગણાય છે અને અતિથિનું આગમન થાય છે, એવી માન્યતા છે

કિન્નરઃ કિન્નરને ભગવાનના દૂત માનવામાં આવે છે દિવાળી પર જો તેમના આશિર્વાદ મળે તો જીવનમાં તમારી પ્રગતિ થાય છે