હેં, બટેટા ભારતની ઉપજ નથી? શું વાત કરો છો ભાઈસાબ...
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા ને, માથું ચકરાઈ ગયું ને? ચાલો આજે તમને બટેટાની ભારતમાં એન્ટ્રીની ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી વિશે જણાવીએ
ભારતની પેદાશ ના હોવા છતાં પણ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બટેટા દરેક શાકમાં ખૂબ જ ઈઝીલી મિક્સ થઈ જાય છે
આ જ કારણ છે કે બટેટા શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે,
પણ મજાની વાત તો એ છે કે બટેટાની ઉત્પતિ ભારતમાં નથી થઈ
બટેટાની ઉત્પતિના મૂળિયા છેક દક્ષિણ અમેરિકા સુધી લઈ ગયા હતા અને તેમ છતાં વિદેશમાં બટેટાંનો સૌથી ઓછો ઉપયોગ કરવામાં આવે છે
બટેટાના સૌથી જૂના પુરાવા મધ્ય પેરુમાં અન્કોનના દરિયાકાંઠે મળ્યા હતા જે 2500 બીસીના છે, વૈજ્ઞાનિકોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે
બટેટા 1500ના દાયકાના મધ્યમાં યુરોપથી લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તે દુનિયાભરમાં ફેલાયા
પોર્ટુગીઝો 17મી સદીની શરૂઆતમાં ભારતમાં બટેટા લઈ આવ્યા અને અંગ્રેજોએ ઉત્તર ભારતમાં બટેટાની ખેતી શરૂ કરી
બટેટા તેના ખાસ સ્વાદ અને સરળતાથી મળતાં હોવાને કારણે લોકોના ખૂબ જ મનપસંદ બની ગયા છે અને તેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે