એકવાર ખાધાપીધા વિના એક દિવસ કાઢી શકાશે, પણ મોબાઈલ ફોન વિના તો શક્ય નથી, તેમ લગભગ 60થી 70 ટકા લોકો માનતા હશે.

મોબાઈલ તમામ પ્રકારના ઓફિશિયલ કામકાજ માટે અને એન્ટરટેઈનમેન્ટ માટે જરૂરી બની ગયો છે

જે લોકો મોબાઈલનો કામકાજ માટે ઉપયોગ કરે છે તેમની માટે બેટરી લાંબી ટકી રહે તે ખૂબ જ જરૂરી છે

પણ તમારી જ અમુક આદતો તમારા મોબાઈલની બેટરી ડાઉન કરી નાખે છે તો ચાલો જાણીએ બેટરીને લાંબી ટકાવી રાખવા શું શું કરી શકાય

જરૂર ન હોય તો લોકેશન, બ્લ્યુ ટ્રુથ જેવા ફીચરને ઑન ન રાખો. આ સાથે સેટિંગ્સમાં જઈ વધારે બેટરી ખાતા નકામા ફિચર્સ-એપ્સ રિમુવ કરો

જો તમે લાઈવ વૉલપેપર રાખવાના શોખિન હોવ તો આ શોખ તમારી બેટરીને ઝાઝો સમય ટકવા નહીં દે તે જાણી લો

સ્ક્રિન ઑફ કરવાનો સમય જો લાંબો હોય તો પણ બેટરી ડાઉન થશે. તો ફોન બંધ કરો કે તરત જ સ્ક્રિન ઑફ થાય તેમ રાખો

રિફ્રેશ રેટ તમારી ફોનની બેટરીની લાઈફ પર અસર કરે છે. તો સેટિગ્સમમાં જઈ લૉ રિફ્રેશ રેટ પર ફોનને સેટ કરી બેટરી બચાવી શકાય

તમારા ફોનની અને બેટરીની લાઈફ તમે જ નક્કી કરો છો. આથી તમારે જ ખોટી આદતો કાઢી ફોન બચાવવો પડશે.