તમારા ઘરે આવેલી કેરી કાર્બાઈડથી તો નથી પાકીને?

ફળોનો રાજા કેરી બજારમાં દેખાવા લાગ્યો છે. કેરી મોંઘી હોવા છતાં ઘણા ઘરોમાં આવી ગઈ છે

 દરેક ફળમાં પોષક તત્વો હોય તેમ કેરીમાં પણ છે, પરંતુ જો તેમાં કેમિકલ્સ હોય તો ફાયદાની જગ્યાએ નુકસાન વધારે થાય છે

ઘણા ઘરોમાં કાચી કેરી લઈ ઘાસ કે અન્ય વસ્તુઓની મદદથી પકાવવામાં આવે છે, જેથી કેમિકલ્સથી બચી શકાય

પરંતુ જો તમે પકાવેલી કેરી ઘરે લાવો છો તો અમે તમને ટીપ્સ આપીએ છીએ, જે નક્કી કરશે કે કેરી કાર્બાઈડથી તો નથી પકાવીને?

જે કેરીનો ઢગલો પડ્યો હોય તેમાં જો બધી જ કેરી એકસરખા પીળા રંગની હોય તો શક્યતા છે કે કાર્બાઈડ કે અન્ય કેમિકલથી પકાવી છે

 જો કેરી ઉપર નાનકડા કાળા ડાઘ દેખાઈ તો પણ એ કેરી ન લેવી સલાહભર્યું છે

ખૂબ જ હળવા હાથે કેરીને પ્રેસ કરો. કુદરતી રીતે પાકેલી કેરી સોફ્ટ હશે, પણ દબાશે નહીં

કેરીને એક પાણી ભરેલા જગમાં નાખો. જો તે તરે તો તેમાં પલ્પ ઓછો છે, જેનો મતબલ કે તે કેમિકલથી પકાવી છે

 કેરીને આ બધી રીતે જૂઓ અને યોગ્ય રીતે ચેક કર્યા બાદ જ ખરીદો.