ફિલ્મોની સિક્વલથી માંડી હવે સિરિઝ બનાવવાની પરંપરા શરૂ થઈ છે. 2024માં પણ ઘણી એવી ફિલ્મો આવી ત્યારે 2025માં પણ આવી ફિલ્મોની કતાર છે.

2024માં પણ એવી ઘણી હીરોઈનો છે જેમણે પહેલી ફિલ્મથી જ પોતાના અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું

2025ની વાત કરીએ તો અક્ષય કુમારની જૉલી એલએલબી 3 - 10 એપ્રિલના રોજ રિલિઝ થશે. અરશદ વારસી સાથેની અક્ષયની જુગલબંધીવાળી અગાઉની બન્ને ફિલ્મો હીટ ગઈ છે

અક્ષયની બીજી એક હીટ સિરિઝની 5મી ફિલ્મ પણ આ વર્ષે જ જૂન મહિનાની 6ઠ્ઠી તારીખે રિલિઝ થશે. અભિષેક, કૃતિ, નોરા અને સંજય દત્ત સાથે હાઉસફુલ-5 રિલિઝ થશે

જૂનિયર એનટીઆર અને ઋતીક રોશનને ચમકાવતી વૉર-2 પણ 2025 14મી ઑગષ્ટે રિલિઝ થનારી છે. આ સિક્લવમાં કિયારા અડવાણી પણ છે

2012માં આવેલી સન ઓફ સરદારની સિક્વલ 2025ના અંતમાં રિલિઝ થવાની છે. અજય દેવગન સ્ટારર આ ફિલ્મે ઠીકઠાક બિઝનેસ કર્યો હતો

2024માં જે રિલિઝ ન થઈ શકી તે અજય દેવગનની રેડ 2 2025માં મે મહિનામાં રિલિઝ થશે. આ ફિલ્મના પહેલા પાર્ટે સારો બિઝનેસ કર્યો હતો

ટાઈગર શ્રોફની બાગી ફિલ્મ સિરઝનો ચોથો પાર્ટ સપ્ટેમ્બરમાં રિલિઝ થશે. અગાઉ ત્રણ પાર્ટમાંથી પહેલા પાર્ટને સારો રિસ્પોન્સ મળ્યો છે

જ્હાનવી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધડકની સિક્વલ 21મી ફેબ્રુઆરીએ રિલિઝ થશે. જોકે આમા જ્હાનવી અને ઈશાન ખટ્ટરની જગ્યાએ તૃપ્તી ડિમરી-સિદ્ધાંત ચતુર્વેદી હશે. મરાઠી ફિલ્મ સૈરાટનું હિન્દી વર્ઝન છે.

એકને એક વિષય કે ઝોનરમાં થોડું ઉમેરીને ફિલ્મો બનાવવા કરતા નવા તાજા વિષયો પર ફિલ્મો બને તો દર્શકોને પણ નવીનતા મળી રહે.