હેડિંગ વાંચીને તમે ચોંકી ગયા ને? કોઈ ઊભા-ઊભા કેવી રીતે ઊંઘી જશે

જ્યાં આપણે સરસમજાનું આરામથી પલંગ પર લાંબા થઈને ઊંઘીએ છીએ ત્યારે અમુક પ્રાણીઓ ઊભા ઊભા ઊંઘી જાય છે.

આજે અમે અહીં તમને કેટલાક એવા પ્રાણીઓ છે કે જે ઊભા ઊભા ઊંઘી જાય છે એમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ

ચાલો જોઈએ કયા છે આ પ્રાણીઓ-

ઘોડા શિકારી પ્રાણીઓથી બચીને ભાગી શકાય એટલે પગ લોક કરીને ઊભા ઊભા જ ઊંઘે છે.

જિરાફ હાઈટમાં લાંબું હોય છે, એટલે તે એક વખત બેસે તો તેને ઊભા થવામાં મુશ્કેલી પડે છે એટલે તે ઊભા ઊભા જ સૂઈ જાય છે.

હાથીને જો ગાઢ નિંદ્રામાં સૂવું હોય તો તે લેટીને સૂવે છે નહીં તો તે ઊભા ઊભા સૂઈ જાય છે.

ઘેટાં પણ ઘોડાની જેમ જ પગને લોક કરવાનું મેકેનિઝ્મ હોય છે, જેને કારણે તે ઊભા ઊભા ઊંઘી જાય છે.

ગાય પણ હાથીની જેમ જ ગાઢ નિંદ્રા માટે લેટીને સૂઈ જાય છે, બાકી તે ઘોડાની જેમ પગ લોક કરીને સૂવે છે.

ફ્લેમિંગો એ પ્રાણી નહીં પણ પક્ષી છે અને તે પણ એક પગ પર ઊભા રહીને ગરદનને પેટ પર મૂકીને સૂઈ જાય છે.

કાંગારુ પોતાના પગની સાથે સાથે પૂંછડીની મદદથી કલાકો સુધી ઊભા રહીને પાવર નેપ લેતા હોય છે.