યોગાસનો અથવા અમુક કસરતો ખાલી પેટે અને ખાસ કરીને વહેલી સવારે કરવાની હોય છે
પણ એક આસન એવું છે જે તમે જમ્યા પછી કરી શકો છો. જમ્યા બાદ ટીવી જોતાજોતા પણ થઈ શકે છે
આસન આમ તો બેસવાની એક પોઝિશન માત્ર છે, પરંતુ તેના ફાયદા ઘણા છે, જાણો વિગતવાર
તમે જે પણ પેટમાં નાખો છો, તે બરાબર પચે નહીં ત્યારે તન અને મનના વિકારો શરૂ થાય છે
અમે જે આસનની વાત કરી રહ્યા છે તે પાચનમાં સૌથી વધારે મદદ કરી શકે છે. તો આવો જાણીએ વજ્રાસન વિશે
વજ્રાસન એટલે તમારા બે પગને બેવડા કરી તેના પર બેસવાનું. તમારે આ દિવસમાં 10-10 મિનિટ માટે બે વાર કરવાનું છે
જમ્યા પછી આ પોઝિશનમાં બેસવાથી શરીરમાંથી પિત્તવાયુ બહાર નીકળે છે, પાચન ઝડપી બને છે
એક પોઝીશનમાં સ્થિર બેસવાથી લોહીનું ભ્રમણ વ્યસ્થિત થાય છે. ચિત્ત પણ સ્થિર રહે છે, મનને શાંતિ મળે છે
ઘૂંટણ કે કમરનો દુઃખાવો હોય તેમણે ન કરવું. તમારા યોગ નિષ્ણાતની સલાહ લઈ અમલમાં મૂકજો.