દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી...
દિવાળીનો તહેવાર હવે ખૂબ જ નજીકમાં છે અને આ વખતે 31મી ઓક્ટોબર
ના દિવાળીની ઊજવણી કરવામાં આવશે
આ દિવસે મા ગૌરી, ગણેશજી, લક્ષ્મીજી, કુબેરદેવતા અને મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે
હિંદુ પંચાગ અનુસાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે દિવાળી ઊજવવામાં આવે છે
દર વખત કરતાં આ વખતની દિવાળી ખાસ રહેશે, કારણ કે આ વખતે વૃષભ રાશિમાં શુક્ર અને ગુરુની યુતિ થશે, જેને કારણે સમસપ્તક યોગ બનશે
આ યોગને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે, અટકી પડેલું ધન મળશે, પ્રમોશન થશે, નોકરી-ધંધામાં બરકત રહેશે
ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ આર્થિક સંકટ દૂર થશે, આવકમાં વૃદ્ધિ થશે. સારા સારા કામ મળશે, મનમાં સારા અને સકારાત્મક વિચારો રહેશે
વૃષભઃ આ રાશિમાં જ ગુરુ અને શુક્રની યુતિ થઈ રહી છે, જેને કારણે વિશેષ લાભ થશે. જીવનમાં ખુશહાલી આવશે, પ્રોપર્ટી ખરીદશો, આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ધનઃ આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે, પ્રોપર્ટી સંબંધિત વિવાદનો અંત આવશે. અટકી પડેલાં પૈસા પાછા મળશે. પ્રમોશન થશે, સુખ-સમૃદ્ધિનું આગમન થશે
વૃશ્ચિકઃ પદોન્નતિ થશે. સમાજમાં માન-સન્માન વધશે. નવો વેપાર કરવા અનુકૂળ સમય. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે