વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ છાવામાં ઔરંગઝેબના રોલમાં એક્ટર અક્ષય ખન્નાનું ટ્રાન્સફોર્મેશન જઈને ફેન્સ ચોંકી ઉઠ્યા છે

પરંતુ બોલીવૂડમાં આ પહેલાં પણ અનેક સેલેબ્સે ફિલ્મ માટે એટલું ટ્રાન્સફોર્મેશન કર્યું હતું કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા

આજે અમે અહીં તમને આવા જ કેટલાક સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

આમિર ખાને ગજની, પીકે, દંગલ અને ઠગ્સ ઓફ હિંદોસ્તાન જેવી ફિલ્મોમાં ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું હતું

ફિલ્મ ફેનમાં શાહરૂખ ખાનનો લૂક જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા હતા અને તેને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા

ટ્રેપ્ડ સિવાય ફિલ્મ રાબ્તામાં 324 વર્ષના વ્યક્તિનો રોલ નિભાવવા અભિનેતા રાજકુમાર રાવે કાબિલે તારિફ ટ્રાન્સફોર્મેશન કર્યું હતું

ગ્રીક ગોડ રીતિક રોશને ધૂમ-2મા ચોરની ભૂમિકા ભજવી હતી અને એ માટે તેણે અલગ અલગ લૂક ટ્રાય કર્યા હતા

બિગ બીએ ફિલ્મ પામાં 12 વર્ષના પ્રોજેરિયાથી પીડિત બાળકની ભૂમિકા નિભાવી હતી, જે દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી

દીપિકા પદુકોણે ફિલ્મ છપાકમાં એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલનો રોલ નિભાવ્યો હતો, જેણે દર્શકોના દિલ જિતી લીધા હતા

ફિલ્મ કલ્કી 2898 એડીમાં કમલ હસને કમાલ કરી દીધો હતો, તેમણે પોતાના રોલથી લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું

સંજુબાબાએ પણ અનેક ફિલ્મોમાં અલગ અલગ લૂક ટ્રાય કર્યા છે પણ એમાં કાંચા ચીનાનું કેરેક્ટર આજે પણ લોકોને યાદ છે