ક્રિકેટના ક્ષેત્રમાં સફળથયા બાદ ઘણા ક્રિકેટરના જીવન પર બાયોપિક બનતી હોય છે

આ બાયોપિકમાં સંબંધિત ક્રિકેટરના જીવન વિશે કે જીવનના ચોક્કસ ભાગ વિશે જણાવવામાં આવે છે.

કેટલાક ભારતીય ક્રિકેટરના જીવન પર ફિલ્મ બની છે અને લોકપ્રિય પણ રહી છે. આવો જાણીએ

 2016માં આવેલીસુશાંત સિંહ રાજપૂત અભિનિત  'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' માહીના જીવન પર છે.

2016માં જ આવેલી ઇમરાન હાશ્મી અભિનિત 'અઝહર' ફિલ્મ મોહમ્મદ અઝહરૂદ્દીનના જીવન પર હતી.

2021માં કબીર ખાનની રણવીર સિંહ અભિનિત ફિલ્મ '83'માં કપિલ દેવની કપ્તાનીમાં 83નો વિશ્વ કપ જીતવાની વાત હતી. 

સચિન તેંડુલકરના જીવન પર આધારિત ફિલ્મ 'સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ'માં સચિને જ તેનું પાત્ર નિભાવ્યું હતું. 

 પ્રવીણ તાંબેના જીવન પર આધારિત, શ્રેયસ તલપડે અભિનિત હિટ ફિલ્મ 'હુ પ્રવિણ તાંબે?' 2022માં આવી હતી.

2022માં આવેલી તાપસી પન્નુ અભિનિત ફિલ્મ 'શાબાશ મિથુ' મહિલા ક્રિકેટર મિતાલી રાજની સ્ટોરી હતી.