1947માં મળેલી આઝાદી બાદ માત્ર ભારત- પાકિસ્તાનનું વિભાજન થયું

પણ શું તમને ખબર છે કે આ વિભાજન માત્ર બે દેશની સરહદો પૂરતું મર્યાદિત નહોતું રહ્યું?

આ સમયે બીજી પણ અનેક મહત્વની અને મૂલ્યવાન વસ્તુઓનું સરખે ભાગે વિભાજન કરવામાં આવ્યું હતું

જી હા, આમ આ બે દેશોનું વિભાજન લાખો હૈયા અને અમુલ્ય વરસાઓનું વિભાજન બની ગયું હતું

જે વસ્તુઓનું વિભાજન કરવામાં આવ્યું તેમાં સરકારી ઓફિસથી પુસ્તકો સહિતની બીજી વસ્તુઓને પણ બંને દેશોમાં વહેંચવામાં આવી

ભારત પાસે રહેલી એક ઐતિહાસિક પુસ્તક પર પાકિસ્તાને પણ દાવો માંડ્યો હતો, આ પુસ્તક એટલું મહત્વનું હતું કે તેના પર વિવાદ શરૂ થઈ ગયો

પંડિત જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણા બંને આ પુસ્તક પોતાની પાસે રહે એ માટે પેરવીઓ કરી

આ મામલો એટલો બધો વધી ગયો કે આખરે તત્કાલિન ગવર્નર જનરલે દખલગીરી કરવી પડી

લોર્ડ માઉન્ટ બેટને આ વિવાદને જોતા આ પુસ્તકને બે ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો, જે બંને દેશના નેતાઓએ માન્ય રાખ્યો

હવે તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈને કે આખરે એવું તે કયું પુસ્તક હતું આ? 

તો આ સવાલનો જવાબ છે એન્સાયકલોપીડિયા ઓફ બ્રિટેનિકા. આ પુસ્તક એ સમયની સૌથી વધુ જ્ઞાનવર્ધક પુસ્તક ગણાતું હતું

આમ આ મહત્વના પુસ્તકના પાના અને ખંડ ભારત પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવ્યા હતા