હાલમાં જ આવેલી બોલિવુડના ચોકલેટી બોય એન્ડ એક્ટર શાહિદ કપૂરની વેબ સીરીઝ ફર્ઝી તો તમે ચોક્કસ જ જોઈ હશે. આ જ વેબ સિરીઝના એક સીનમાં એવું દેખાડવામાં આવ્યો છે કે શાહિદનો મિત્ર રસ્તા પર નકલી નોટ ઉડાવે છે અને ભીડ નોટ ભેગી કરવામાં વ્યસ્ત થઈ જાય છે. અને શાહિદ અને તેનો મિત્ર પોલીસથી બચવામાં સફળ થઈ જાય છે. આવા જ કંઈક દ્રશ્યો હાલમાં હરિયાણાના ગુરુગ્રામમાં જોવા મળ્યા હતા અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક સફેદ રંગની કારની ડિક્કીમાંથી નોટ ઉડાડવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને પોલીસે એક આરોપીની ઓળખ પણ કરી લીધી છે, જ્યારે અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે કેસ પણ ફાઈલ કરવામાં આવ્યો છે.
વીડિયો માત્ર 15 સેકન્ડનો જ છે અને આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કાર ડ્રાઈવ કરી રહ્યો છે, જ્યારે બીજો યુવક મોઢા પર કપડું બાંધીને કારની ડિક્કીમાંથી પૈસા રસ્તા પર ફેંકી રહ્યો છે. આ સીન રાતનો છે, તે સમયે રોડ પણ ખાલી હતો.
DLF ગુરુગ્રામના એસપી વિકાસ કૌશિકે આ મામલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આ વીડિયો જોવામાં આવ્યો છે. જાણકારી મુજબ આ યુવક કોઈ ફિલ્મના દ્રશ્યો રિક્રિએટ કરી રહ્યાં હતા. ગાડીના નંબર પ્લેટના આધારે અમે એક આરોપીની ઓળખ કરી લીધી છે, જેમાં એકનું નામ ફિરોઝ ખાન અને સની તરીકે થઈ છે. બંને આરોપી દિલ્હીના રહેવાસી છે. બાકીના લોકોને પણ પકડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે…
#WATCH हरियाणा: गुरुग्राम में कार से सड़क पर पैसे फेंकने का वीडियो वायरल हुआ है। पुलिस ने युवक के ख़िलाफ मामला दर्ज किया।
(वायरल वीडियो की पुलिस ने पुष्टि की) pic.twitter.com/OL5cMMRuUz
— ANI_HindiNews (@AHindinews) March 14, 2023