Homeઆમચી મુંબઈસાવધાનઃ આગામી બે દિવસમાં પારો 40 ડિગ્રીનો આંકડો પાર કરશે...

સાવધાનઃ આગામી બે દિવસમાં પારો 40 ડિગ્રીનો આંકડો પાર કરશે…

ગયા અઠવાડિયે જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલાં કમોસમી વરસાદને કારણે થઈ રહેલાં ઉકળાટથી મુંબઈગરાઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. હવે હવામાન ખાતા દ્વારા મુંબઈગરાની ચિંતા વધારે એવા સમાચાર આપ્યા છે અને આ સમાચાર પ્રમાણે આગામી બે દિવસ સુધી મુંબઈગરાઓએ હજી વધારે ઉકળાટનો સામનો કરવો પડી શકે એમ છે.
હવામાન ખાતા દ્વારા એવી આગામી કરવામાં આવી છે કે મુંબઈ શહેર સહિત પૂર્વ અને પશ્ચિમ ઉપનગરના અનેક વિભાગમાં પારો 40 અંશનો આંકડો પાર કરશે. જેને કારણે ગરમીમાં પ્રચંડ વધારો થશે એટલે જો તમે ઘરની બહાર નીકળતા હોવ તો કાળજી લો અને તબિયતનું ધ્યાન રાખો એવી સલાહ પણ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. મુંબઈમાં વધી રહેલાં હવાના પ્રદૂષણને કારણે મુંબઈગરાઓ પહેલાંથી જ શ્વસન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
દર અઠવાડિયે બદલાઈ રહેલાં વાતાવરણને કારણે મુંબઈગરાઓ હેરાન-પરેશાન થઈ રહ્યાછે. હવે તો પારો 40 ડિગ્રીનો આંકડો પાર કરે એવી શક્યતા વ્યક્ત કાઈ રહી છે. દરમિયાન શનિવારે પણ મુંબઈમાં પારાવાર ઉકળાટ અનુભવાયો હતો અને ઠેકાણે પારો 36થી 38 ડિગ્રી સુધી પહોંચ્યો હોવાનો કારણને મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
ગયા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ હોવાને કારણે અનેક ઠેકાણે કમોસમી વરસાદ પણ પડ્યો હતો, તેને કારણે વાતાવરણમાં પૂર્ણપણે બદલાવ જોવા મળ્યો હતો. આ બદલાઈ રહેલાં વાતાવરણને કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ચેપી રોગોનો રાફડો ફાટ્યો છે અને આ જ કારણસર હોસ્પિટલ અને દવાખાનામાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. આ બદલાઈ રહેલાં હવામાનની અસર નાગરિકોના આરોગ્ય પર દેખાઈ રહી છે.
આગામી બે દિવસ મુંબઈ અને મુંબઈગરા માટે ખૂબ જ કપરા સાબિત થશે અને તેથી જ મુંબઈગરાઓએ આરોગ્યની વિશેષ કાળજી લેવી એવી ભલામણ આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવી છે અને આ ઉપરાંત જો જરૂર હોય તો ઘરની બહાર નીકળવાની સલાહ પણ નાગરિકોને આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular