બે દિવસ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

આપણું ગુજરાત

કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકો અને ખાસ કરીને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે ખુશીના સામચાર મળી રહ્યા છે. બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હાલ બે દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છુટાછવાયા સાથે સારો વરસાદ પડી રહ્યો છે. હવે આગામી બે દિવસ એટલે કે ૨૨ અને ૨૩ જુનના દિવસે વરસાદની શક્યતા નહીવત છે. ત્યાર બાદ ૨૪ અને ૨૫ જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થશે. જયારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
અમદાવાદીઓને વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૪મી અને ૨૫ની જુન દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં માત્ર છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગામી ૨૭મી જૂન બાદ સારો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં ૨૨ જૂનથી વાદળછાયું વાતાવરણ રહેશે.
ગઈ કાલે સોમવારે રાજ્યના કુલ ૮૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે વલસાડમાં ૪.૫૬ ઇંચ, વાપીમાં ૩.૭૬ ઇંચ, નર્મદના ગરુડેશ્વરમાં ૩.૬ ઇંચ, વલસાડના પારડીમાં ૩.૨ ઇંચ, નર્મદાના તિલકવાડામાં ૨.૮૪ ઇંચ, જ્યારે કપરાડામાં ૨.૩૬ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે બોટાદના બરવાળા, નવસારીના ખેરગામમાં ૫૦ એમએમથી વધુ વરસાદ નોંધાયો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.