કોઈ પણ પોલીસ આવે, અમને ઘુરી-ઘુરીને જુએ એ જોઈને અમને મજા આવતી

120

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.

સોનપ્રયાગ
અ. જેઠ વદ ૯, શુક્રવાર તા. ૮.૬.૨૦૧૮
આજે સવારે સોનપ્રયાગ પહોંચ્યા, હોટલો ની ભરમાર છે. અહીંથી કોઈ વાહન આગળ જતું નથી એટલે વાહનો જ્યા ત્યાં નજરે પડે છે. અહીંથી કેદાર તીર્થ જવા માટે પરમિશન પાસ લેવાનો હોય છે. હજુ તો અમે સોનપ્રયાગમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યાં તો એક ખાખીવર્દી પોલીસે સામે આવીને હુકમ છોડ્યો
‘खडे रहो’
અમે ‘ખડા’ રહી ગયા,
‘कहाँ से आते हो?’
અમે કહ્યું – गुजरात से
‘तुम कौन हो? यहाँ क्युं आये हो?’
हम जैन साधु हैं. तीर्थ यात्रा करने आये हैं।
तुम झुठ बोलते हो, जैन साधु तो नंगे होते हैं, तुम तो कपडे पहने हो।
અમે કહ્યું:अरे! वो दिगम्बर जैन साधु होते हैं. हम कपडे वाले साधु हैं।
ऐसे भी कोई साधु होते हैं क्यां? प्रूफ क्या हैं आपके पास?
अरे! हमारा ड्रेस ही प्रूफ है, हम जैन साधु हैं।
I.D दिखाओ
जैन साधु का I.D . नहिं होता
कैसे नहिं होता? हिन्दुस्तान में रहते हो और I.D . नहिं रखते? आधार
कार्ड तो देना पडेगा।
परंतु हमारा कोई कार्ड नहिं होता. आधार कार्ड क्या पानकार्ड-डेबिट-क्रेडिट
कार्ड-राशनकार्ड कुछ नहिं होता.
आप रहते कहाँँ हो वहाँ का एड्रेस
हमारा एड्रेस नहिं होता, हमने तो सब कुछ छोड दिया है।
પેલા પોલીસમેનનું મોઢું જોવા જેવું થઈ ગયું. એને સમજમાં જ ન આવ્યું કે અમારું શું કરવું?
એ બિચારો વિચારતો હશે આ સવારના પહોરમાં કોની સાથે પનારો પડ્યો છે.
છેવટે તે થાક્યો અને એણે પૂછ્યું.
आप कौन-सी होटल में ठरहेंगे?
અમે કહ્યું – हम जैन साधु हैं कोई होटल में नहिं ठहरते.
પેલા વર્દીધારી વિલખો પડી ગયો, કહે કે फिर कहाँ ठहरेंगे?
અમે કહ્યું – मंदिर में
यहाँ तो ऐसा कोई मंदिर नहिं है
तो आप ही बताओ कहाँ जायें?
પોલીસ ને હવે ખરેખરી ચિંતા પેઠી, આ સાધુઓને ક્યાં રાખવા. એના મગજમાં એક તુક્કો આવ્યો,
तो आप पुलिस थाने में रह जाओ
અમે કહ્યું – चलेगा, कहीं भी रहें हमें तो भगवान का भजन करना है, पुलिस थाने में
तो और आनंद आयेगा।
પોલીસ બધા ખુશ થઈ ગયા. મજાક – મજાક પણ સાચી પડી ગઈ અમે તો ‘ડેરા તંબુ’ નાખ્યા પોલીસ થાણામાં – આખો દિવસ સરસ આરાધના થઈ. કોઈ પણ પોલીસ આવે અમને ઘુરી-ઘુરીને જુએ એ જોઈને અમને મજા આવતી. જૈન સાધુને આટલા નજીકથી પીછાણવાની આ પલ તેમણે જવા ન દીધી. પાંચ-પાંચ મિનિટે કોઈ ને કોઈ પોલીસમેન આવે કંઈક સાધુનો પરિચય પૂછે, અમે જવાબ આપીએ. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!