આપણે વિપક્ષમાં બેસવા નહીં, સત્તા માટે મહેનત કરવાની છેઃ અરવિંદ કેજરીવાલ

આપણું ગુજરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીનું પણ ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું છે. એ માટે પક્ષના અધ્યક્ષ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. આજે પણ તેઓ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેમણે આપના કાર્યકરોને સંબોધીને કહ્યું હતું કે આપણે વિપક્ષમાં બેસવા નહીં, સત્તા મેળવવા માટે મહેનત કરવાની છે.
પાર્ટીના કાર્યકરોને સંબોધતા કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કૉંગ્રેસ માત્ર કાગળ પર છે. જ્યારે આપ એના કરતા વધારે મજબૂત છે. કોંગ્રેસ માત્ર કાગળ પર છે. આપ વિધાનસભા સ્તરનું સંગઠન છે. આપે સત્તા મેળવવા માટે મહેનત કરવાની છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે. પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો. અહીંની જનતા ભાજપથી નારાજ છે. તેમણે કહ્યું કે, ભાજપના નારાજ લોકો આપને મત આપે તે માટે મહેનત કરવાની છે. કેજરીવાલે કહ્યું કે, ભગવાન પણ આપણી સાથે છે. ભાજપ માત્ર મોટું સંગઠન હોવાનો દાવો કરે છે. તેની પાસે પેઇડ કાર્યકરો છે.

1 thought on “આપણે વિપક્ષમાં બેસવા નહીં, સત્તા માટે મહેનત કરવાની છેઃ અરવિંદ કેજરીવાલ

  1. The largesse that is being doled out by AAP party in Punjab and Delhi in the form of waiver and exemptions in electricity charges is driving them to economic ruin. This policy has made Punjab slip from the first place to fifth or sixth in the country. Former IAS officers who have served there have already sounded alam bells that if these two states were countries their default would have declared them bankrupt! The cogent question to ask Kejariwal is that how would he pay for this profligacy. Which areas would he cut to do this. Nothing in life is free–there is a cost attached. Gujarat must no succumb to this enticement.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.