Homeઆમચી મુંબઈ'દેશ અને લોકશાહી બચાવવા માટે એકસાથે આવ્યા છીએ'

‘દેશ અને લોકશાહી બચાવવા માટે એકસાથે આવ્યા છીએ’

ઉદ્ધવનું કેજરીવાલને સમર્થન

રાજધાની દિલ્હીમાં અમલદારોની બદલી અને પોસ્ટિંગના મુદ્દે કેન્દ્ર સરકાર અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. દિલ્હીની ચૂંટાયેલી સરકારને અમલદારોની બદલી અને પોસ્ટિંગના અધિકાર આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને આ મુદ્દે દિલ્હીની કેજરીવાલ સરકારના અધિકાર સિમીત કરી દીધા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સંસદમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય રાજધાનીમાં અમલદારોની બદલી અને પોસ્ટિંગ પર કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ પર સમર્થનની ખાતરી આપી હતી.

ઠાકરેએ કહ્યું કે વિરોધ પક્ષોને વિપક્ષ કહેવાને બદલે કેન્દ્રને વિપક્ષ કહેવા જોઈએ કારણ કે તેઓ લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે. “આપણે બધા દેશ અને લોકશાહીને બચાવવા માટે સાથે આવ્યા છીએ. મને લાગે છે કે આપણે ‘વિરોધી’ પક્ષો ન કહેવાવા જોઈએ હકીકતમાં તેઓ (કેન્દ્ર)ને ‘વિરોધી’ કહેવા જોઈએ કારણ કે તેઓ લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે, એમ “ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ઠાકરેએ અમને વચન આપ્યું છે કે તેઓ સંસદમાં અમારું સમર્થન કરશે અને જો સંસદમાં વટહુકમ પસાર નહીં થાય તો 2024માં મોદી સરકાર ફરી સત્તામાં નહીં આવે. કેજરીવાલે વધુમાં કહ્યું કે દિલ્હી સરકારને 8 વર્ષ પછી અધિકાર મળ્યો. લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર પાસે સત્તા હોવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર ED અને CBI દ્વારા ઉથલાવી દેવામાં આવી હતી.

ભાજપે દિલ્હીમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું હતું અને ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે આવો વ્યક્તિ દેશ ન ચલાવી શકે. તે ખૂબ જ અહંકાર સાથે જીવે છે. પંજાબના રાજ્યપાલે આ વખતે બજેટ સત્ર થવા દીધું ન હતું.

કેજરીવાલે કહ્યું હતું કે જો બિલ રાજ્યસભામાં નિષ્ફળ જશે તો આ સરકાર 2024માં પરત નહીં ફરે.પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે લોકશાહી ખતરામાં છે અને ચૂંટાયેલી સરકારોને હેરાન કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે અમલદારોની બદલી અને પોસ્ટિંગ પર કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમના વિરોધમાં કેજરીવાલ જુદા જુદા રાજ્યોના મુખ્ય પ્રધાનને મળીને કેન્દ્રની મોદી સરકાર સામે વિપક્ષી એક્તાનો મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યા છે. પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ આ મામલે તેમને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -