‘અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, તેમને જે કરવું હોય એ કરીલે’ રાહુલનો કેન્દ્ર સરકાર સામે હુંકાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) નેશનલ હેરાલ્ડ(national Herald) અને યંગ ઈન્ડિયા લિમિટેડની ઓફિસને સીલ કરવા અને દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર સુરક્ષા વધારવા પર નિવેદન આપતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કેન્દ્ર સરકાર અમને ડરાવવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ એક વાત સાંભળી લો અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી.’
રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષ દળોના અવાજોને દબાવવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુકે ‘આ આખો મામલો ધાકધમકીનો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહને લાગે છે કે થોડું દબાણ કરીશું તો અમે ચૂપ થઈ જઈશું. પરંતુ અમે એવું થવા દઈશું નહીં. નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકશાહી વિરૂદ્ધ કાર્ય કરે છે. અમે લોકશાહીની રક્ષા કરવા ઉભા રહીશું તેમણે જે કરવું હોય તે કરી લે અમને કઈ ફરક નથી પડતો.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘મારું કામ છે દેશની લોકશાહી અને સૌહાર્દના માહોલની રક્ષા કરવાનું એ હું કરતો રહીશ ભલે કઈ પણ થઇ જાય.’

YouTube player

નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહીના ભાગરૂપે બુધવારે દિલ્હીમાં ‘નેશનલ હેરાલ્ડ’ ઓફિસમાં ‘યંગ ઈન્ડિયન’ કંપનીના પરિસરને અસ્થાયી રૂપે સીલ કરી દીધું હતું.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે તેના હેડક્વાર્ટર, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસને ઘેરી લીધા છે. તેમણે સરકાર પર EDનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

1 thought on “‘અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, તેમને જે કરવું હોય એ કરીલે’ રાહુલનો કેન્દ્ર સરકાર સામે હુંકાર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.