Homeપુરુષમોબાઈલના વપરાશ બાબતે આપણું દુર્યોધન જેવું છે

મોબાઈલના વપરાશ બાબતે આપણું દુર્યોધન જેવું છે

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

સ્ક્રિન ટાઈમ ઓછો કરવા માટે આપણે કયા પ્રકારનાં પગલાં લઈ શકીએ એ વિશે આપણે વાત શરૂ કરી હતી. જેમાં એપ્સ અનઈન્સ્ટોલ્ડ કરવી કે પછી નોટિફિકેશન્સ ઑફ કરવા એ કોઈ ઉકેલ નથી એ વિશે આપણે ચર્ચા કરી. આ ઉપરાંત એક્સપર્ટ્સે સલાહ આપી છે કે વોશરૂમમાં કે જમતી વખતે મોબાઈલ ટાળો કે ઘરના નાનાંમોટાં કામોમાં ઈન્વોલ્વ થાઓ કે પછી પરિવાર સાથે અડધો કે એક કલાક ગાળો એ વિશે પણ જોઈ ગયા. એ લેખોમાં આપણે તારણ કાઢ્યું કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ આપણને સાયકોલોજિકલી ઘણો ત્રાસ આપે છે કે પછી આપણી અંદર ટાઈમ વેસ્ટ કરવાની ગિલ્ટ ઊભી કરે છે. અને એ ગિલ્ટમાંથી ઊભરવું કે પછી રિઅલ વર્લ્ડમાં સૌથી વધુ સમય સ્પેન્ડ કરવો એ વિશેના બીજા મુદ્દા જોઈએ.
એમાંનો એક બીજો મહત્ત્વનો મુદ્દો છે કે આપણે કામને સમયે કે ઊંઘવાના સમયે મોબાઈલનો વધુ પડતો અને કારણ વિના ઉપયોગ કરીએ છીએ. આપણે ભલે ગમે એવા પદ કે મોટાં કામોમાં રોકાયેલા હોઈએ, પરંતુ આપણા કામ કરવાનો એકચ્યુઅલ સમય ચાર કલાક કે વધુમાં વધુ પાંચ કલાક હોય છે. બાકીનું બધુ જે કંઈ વિસ્તરતું જાય છે એ આપણા બીજા ડાયરા હોય છે. અલબત્ત, એવું પણ નથી હોતું કે દરેક કામ એકધારું ચાર કે પાંચ કલાકમાં પૂરું કરવું. કેટલાંક કામોના ડ્યુરેશન ભલે ચાર-પાંચ કલાકના હોય, પરંતુ એ કામોની રિક્વાયર્મેન્ટ એવી હોય કે એ કામ તબક્કાવાર અથવા ધીમી પ્રક્રિયાથી આઠ-નવ કલાકે પતાવવું પડે, પરંતુ એવા કામ તો જૂજ છે.
આપણી વૃત્તિ એવી હોય છે કે આપણે કામના સમયે મોબાઈલ લઈને બેસીએ છીએ અને દર ત્રીજી મિનિટે સોશિયલ સાઈટ્સ ચેક કરતા રહીએ છીએ અને આપણું ચાર કે પાંચ કલાકમાં પતી જતું કામ સાત- આઠ કલાક કે પછી બીજા દિવસ સુધી ઠેલી દઈએ છીએ. આવા કિસ્સામાં એક્સપર્ટ કહે છે કે તમે મોટી પોઝિશન પર બેઠા હો કે સિનિયર હો તો કોઈ તમને એમ નથી કહેવા આવવાનું કે ભાઈ તમે મોબાઈલનો ઓછો ઉપયોગ કરો, પરંતુ આપણે જ વિવેકભાન રાખવાનું છે અને ભલે મન ગમે એટલું સોશિયલ સાઈટ્સના ડીએમ્સમાં ભટકતું રહેતું હોય, પરંતુ આપણે કામના સમયે મોબાઈલ, ખાસ તો સોશિયલ સાઈટ્સનો નહીંવત ઉપયોગ કરવાનો છે.
આવું કરીશું તો બે ફાયદા થશે. એક આપણે કામના સ્ટ્રેસ કે કંટાળામાંથી જલ્દી મુક્ત થઈ શકીશું. અને બીજું એ કે આપણે સોશિયલ મીડિયાની ફાલતું ડિપ્રેસિવ બાબતોથી દૂર રહી શકીશું.
એ જ રીતે એક્સપર્ટ એમ પણ સલાહ આપે છે કે મોબાઈલ માટે તમારા ઘરના હોલમાં કે પછી બેડરૂમમાં તમારા બેડથી દૂર એક આગવી જગ્યા રાખો અને મોબાઈલ સતત સાથે કે ખિસ્સામાં રાખવા કરતાં એક સમયે આપણે લેન્ડલાઈન રાખતા એ રીતે એની નિયત જગ્યાએ રાખો. આમાં જ એક બીજો ક્લોઝ એ છે કે રાત્રે સૂતી વખતે અમુક રિલ્સ જોયા પછી કે સર્ફિંગ કર્યા પછી મોબાઈલને બેડથી દૂર કરી દો. મોબાઈલ તમારા બેડ પર હોય કે બેડથી થોડે દૂર હાથવગો હોય એ નહીં ચાલે! એક્સપર્ટ કહે છે કે આવું કરશો તો તમે રેડિયેશન જેવી બાબતથી તો દૂર રહેશો જ, પરંતુ સાઉન્ડ સ્લીપ લઈ શકશો. વળી, ઘરમાં હો એ દરમિયાન તમે મોબાઈલને ચોક્ક્સ જગ્યાએ મૂકો છો તો તમારો હાથ આપોઆપ મોબાઈલને અડવાથી દૂર રહેશે અને તમે વર્ચ્યુઅલ વર્લ્ડથી દૂર રહીને રિઅલ વર્લ્ડની મજા લઈ શકશો.
જોકે આ બધી બાબત આપણને ખબર જ છે. વત્તેઓછે અંશે આપણે આમાંનું કશુંક ટ્રાય પણ કર્યું હશે, પરંતુ મોબાઈલના વપરાશના અતિરેક બાબતે આપણું દુર્યોધન જેવું છે. આપણને ખબર તો છે જ કે ધર્મ શું છે, પણ આપણે તેનું આચરણ નથી કરી શકતા. શું કહો છો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -