SSC Scam: અર્પિતા મુખર્જીનો ચોંકાવનારો ખુલાસોઃ ઈડીને મળેલા પૈસા પાર્થના, મારા ઘરનો ઉપયોગ મિની બેંક તરીકે કરવામાં આવતો હતો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પશ્ચિમ બંગાળના એસએસસી સ્કેમને લઈને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાર્થ ચેટર્જીની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીએ પુછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અર્પિતા મુખર્જીના વધુ એક ઘરમાં 27.9 કરોડની રોકડ રકમ મળી આવતા મામલો વધુ ગરમ બન્યો છે. અર્પિતા મુખર્જીએ જણાવ્યું હતું કે રેડ દરમિયાન મળી આવેલા 50 કરોડ રૂપિયા પાર્થ ચેટર્જીના છે. મેં આ રકમનો ઉપયોગ કર્યો નથી. આ પૈસા ક્યાંથી આવ્યા અને કેવી રીતે કમાણી કરી છે એ વિશે મને કોઈ અંદાજો નથી. પાર્થના લોકો મારા ઘરના રૂમમાં પૈસા રાખીને જતા રહેતા હતાં. મને એ રૂમમાં જવાની પરવાનગી નહોતી. તિજોરીનો લોક પણ તેમના જ લોકો લગાવતા હતાં.
ઉલ્લેખનીય છે કે અર્પિતા મુખર્જીના બીજા ઘરમાં છાપોમારી દરમિયાન 27.9 કરોડની રોકડ રકમ ઉપરાંત 56 લાખ રૂપિયાની વિદેશી મુદ્રા અને 4.31 કરોડની કિંમતનું સોનુ જપ્ત કર્યું છે. ગયા અઠવાડિયે અર્પિતાના પહેલા ઘરમાંથી 21.9 કરોડની રોકડ રકમ અને 76 લાખ રૂપિયાની કિંમતનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.