MMRમાં Orange Alert! Mumbai સહિત આ જિલ્લામાં થશે મુશળધાર વરસાદ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: હવામાન વિભાગ (IMD)એ શુક્રવારે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. IMDએ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ગુરુવારથી પડી રહેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દાદર, ધારાવી, માહિમ અને માટુંગામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

રસ્તા અને રેલવે ટ્રેકો પર પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. દરમિયાન મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં મુંબઈની જર્જરિત અને જોખમી ઈમારતોને નોટિસ આપવી, ટ્રેન સેવા પ્રભાવિત ન થાય તેમ જ ભૂસ્ખલનની ઘટનાઓથી કેવી રીતે નિપટવુ વગેરે મુદ્દે ચર્ચા થઇ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.