Homeઆમચી મુંબઈપાણી સંભાળીને વાપરજો! મંગળવાર-બુધવારે મુંબઈના આ વિસ્તારોમાં પાણીકાપ

પાણી સંભાળીને વાપરજો! મંગળવાર-બુધવારે મુંબઈના આ વિસ્તારોમાં પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા આવતા અઠવાડિયામાં પવઈ રિઝવિયર તથા વેરાવલી રિઝવિયરમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી પૂર્વ તથા પશ્ર્ચિમ ઉપનગરમાં ૨૯ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.
પાલિકાના પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ પવાઈ રિઝવિયરમાં ૧૨૦૦ મિલીમીટર વ્યાસ પર રહેલી ૩૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં રહેલાં ગળતરનું સમારકામ કરવામાં આવવાનું છે. એ સિવાય વેરાવલી જળાશયમાં પણ પાણીની બે પાઈપલાઈનનું જોડાણનું કામ કરવામાં આવવાનું છે. આ કામ મંગળવાર, ૨૯ નવેમ્બર, ૨૦૨૨ના સવારના ૮.૩૦ વાગ્યાથી બુધવાર ૩૦ નવેમ્બરના સવારના ૮.૩૦ વાગ્યા સુધી ચાલશે. તેથી આ કલાક દરમિયાન મુંબઈના બાંદ્રા, વિલેપાર્લે, અંધેરી, સાંતાક્રુઝ, જોગેશ્ર્વરી, ગોરેગાંવ, પવઈ, સાકીનાકા, ઘાટકોપર, કુર્લા જેવા વિસ્તારમાં સંપૂર્ણપણે તો અમુક વિસ્તારમાં આંશિક રીતે પાણીપુરવઠો બંધ રહેશે.
‘એલ’ વોર્ડમાં આવતા અશોક નગર, સંજય નગર, સાંતા નગર, સાને ગુરુજી નગર, હિમાલય સોસાયટી, મિલિંદ નગર, આંબેડકર નગર, સુંદર નગર, અસલ્ફા, યાદવ નગર, માકીનાકા પોસ્ટ ઓફિસ, દુર્ગામાતા મંદિર રોડ, જંગલેશ્ર્વર મહાદેવ મંદિર રોડ, લોયલકા, ભાનુશાલી વાડી, કુલકર્ણીવાડી, ચર્ચ ગલી-સંઘર્ષ નગરમાં મંગળવાર સવારના ૮.૩૦ વાગ્યાથી બુધવાર, ૩૦ નવેમ્બરના સવારના ૮.૩૦ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે.
‘એન’ વોર્ડ ઘાટકોપરમાં રામ નગર, હનુમાન નગર, રાહુલ નગર, કૈલાસ નગર, સંજય ગાંધી નગર, શંકર મંદિર, જય મલ્હાર નગર, શિવાજી નગર, આંબેડકર નગર, નિરાંકરી સોસાયટી, વર્ષા નગર, એ અને બી કોલોની, ડી અને સી મ્યુનિસિપલ કોલોની, રાયગઢ વિભાગ, આનંદગઢ, યશવંત નગર, ગાવદેવી, પઠાણ ચાલ, અમૃત નગર, ઈંદિરા નગર એક અને બે, અમિનાબાઈ ચાલ, ગણેશ મેદાન મૌલાના કમ્પાઉન્ડ, જગડુશા નગર, કાતોડીપાડા, ભીમાનગર, અલ્તાફ નગર, ગેલ્ડા નગર, ગોળીબાર રોડ, ઓ.એન.જી.સી. કોલોની, માઝગાંવ ડૉક કૉલોની, ગંગાવાડી ગેટ નંબર-બે, સિદ્ધાર્થ નગર, આંબેડકર નગર, સાઈનાથ નગર, પાટીદારવાડી, રામાજીનગર, ભટવાડી, રામાજી નગર, બર્વે નગર, કાજુટેકરી, અકબરલાલા કમ્પાઉન્ડ, આઝાદ નગર, પારસી વાડી, ખાડી મશીન વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.
‘એસ’ વોર્ડમાં પવઈના ગૌતમ નગર, જયભીમ નગર, બેસ્ટ વગર, ફિલ્ટરપાડા, ગાવદેવી, પઠાણ વાડી, મહાત્માફુલે નગર, મુરારી નગર, આરે રોડ, પવઈમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે.
કે-પૂર્વ વોર્ડમાં વેરાવલી એક જળાશય, બાંદ્રેકર વાડી, ફ્રાન્સિસ વાડી, મખરાની પાડા, સુભાષ માર્ગ, ચાચા નગર, બાંદ્રા પ્લોટ, હરી નગર, શિવાજી નગર, પાસ્કલ કૉલોની, શંકર વાડી, વિજય રાઉત માર્ગ, પાટીલ વાડી, હંજર નગર, ઝગડા પાડા, પારસી કૉલોની, જીજામાતા માર્ગ, ગુંદવલી હિલ, આશીર્વાદ ચાલ, ગુંદવલી આઝાદ માર્ગ, સર્વોદય નગર, વિશાલ હૉલ, વર્મા નગર, કામગાર કલ્યાણ, માંજરેકર વાડી, બિમા નગર, પંથકીબાગ, તેલી ગલી, હાજી જુમાન ચાલ, કોળડોંગરી, જીવા મહાલે માર્ગ, સાંઈ વાડી, જીન વિકાસ કેન્દ્ર, શિવાજી નગર, સંભાજી નગર, હનુમાન નગર, શ્રદ્ધાનંદ માર્ગ, નહેરુ માર્ગ, તેજપાલ માર્ગ, શાસ્ત્રી નગર, આંબેડકર નગર, કાજુવાડી, ચકાલા, ગાવઠાણ, ડોમેસ્ટિક એરપોર્ટ, વિલે પાર્લેના મોટા ભાગના વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.
એ સિવાય ઓલ્ડ નાગરદાસ માર્ગ, મોગરપાડા, ન્યૂ નાગરદાસ માર્ગ, પારસી પંચાયત માર્ગ, આર.કે. સિંગ માર્ગ, નિકોલસ વાડી પરિસર અંબાવાડી, ગુંદવલી પરિસર, શિવ ટેકરી, દત્ત ટેકરી, મજાસગાંવ, આનંદ નગર, સમર્થ નગર, સ્મશાન ટેકડી, અગ્રવાલ નગર, શ્યામ નગર, મેઘવાડી, નટવર નગર, રોહિદાસ નગર, ગાંધી નગર, સરસ્વતી બાગ, જોગેશ્ર્વરી સ્ટેશન માર્ગ, નવલકર વાડી, એચ.એફ. સોસાયટી માર્ગ, સાંઈ વાડી, મોગર પાડા, ઈંદિરા નગર, મહાકાલી માર્ગ, પેપર બોક્સ, માલપા ડોંગરી નંબર -૧, ૨ અને ૩, શેર-એ-પંજાબ, બિંદ્રા સંકુલ, હંજર નગર, ગણેશ નગર, શોભના પરિસર, પૂનમ નગર, ગોની નગર, પી.એમ.જી.પી. કૉલોની, કોંકણ નગર, સંજય નગર, ઍરપોર્ટ ઍરિયા, પારસી વાડા, જે.બી. નગર, મરોલ-મરોશી માર્ગ, બગરખા માર્ગ, કબીર નગર, સુભાષ નગર, કોંડીવિટા ઉપાધ્યાય નગર, સાળવે નગર, ભવાની નગર, દુર્ગાપાડા, એમ.આઈ.ડી.સી. માર્ગ રોડ એકથી ૨૩, વિજય નગર મરોલ, મિલિટ્રી માર્ગ, ગાવદેવી, કદમવાડી, સીપ્ઝ, ઈન્ટરનેશનલ ઍરપોર્ટ એરિયાનો સમાવેશ થાય છે.
પી-દક્ષિણ વોર્ડ ગોરેગામમાં બિંબીસાર નગરમાં પાણીપુરવઠો બંધ રહેશે. એ સિવાય રામ મંદિર, ગોરેગામ (પશ્ર્ચિમ) વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.
એચ-પૂર્વમાં સાંતાક્રુઝ, વાકાલો પાઈપલાઈન એરિયામાં પાણીપુરવઠો બંધ રહેશે. એચ-પશ્ર્ચિમ વોર્ડમાં સાંતાક્રુઝ (પશ્ર્ચિમ)માં ગજધરબંધ, ખાર પશ્ર્ચિમના વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. એ સિવાય બાંદ્રા પશ્ર્ચિમમાં પણ પાણીપુરવઠો બંધ રહેશે.
‘જી-ઉત્તર’ વોર્ડમાં ધારાવીમાં પણ પાણીપુરવઠો બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular