સાંતાક્રુઝમાં શનિવારે ૬૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા અનેક વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થઈ હતી. ‘કે-પશ્ર્ચિમ’ વોર્ડના જણાવ્યા મુજબ સાંતાક્રુઝ (પશ્ર્ચિમ)માં એસ.વી. રોડ પર નાણાવટી હૉસ્પિટલના ગેટ નંબર બે પાસે ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. યુદ્ધના ધોરણે પાઈપલાઈનમાં સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. તેથી શનિવારે સાંતાક્રુઝ(પશ્ર્ચિમ), વિલેપાર્લે(પશ્ર્ચિમ) અને જેવીપીડી વિસ્તારના રહેવાસીઓની પાણી વગર હાલાકી થઈ હતી. રવિવારે પણ પાણીપુરવઠાને અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
Yesterday, on 17.12.22, a major leakage was observed on 600 mm dia water main near Nanavati Hospital Gate no.2, S.V.Road, Santacruz West.
The repair works are in progress and will be completed in few hours. pic.twitter.com/OKuEnrKGBq
— Ward KW BMC (@mybmcwardKW) December 18, 2022