દેશભરમાં બધે જ પાણી

દેશ વિદેશ

દેશભરમાં, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે અનેક સ્થળે પાણી ભરાયાં હતાં. સામાન્ય જનજીવન ખોરવાયું હતું. અમુક લોકો વરસાદની મોજ માણતા હતા, જ્યારે કેટલાક લોકો મ્યુનિસિપાલિટીના વહીવટીતંત્રને દોષ દેતા હતા.
(તસવીરો: જયપ્રકાશ કેળકર, અમય ખરાડે, પીટીઆઈ)

મંગળવારે સવારે મેઘરાજાની સવારી ફુલ સ્પીડમાં હતી, ત્યારે મુંબઈ ઉપનગરના કુર્લા (પ.) ખાતે નોકરિયાત વર્ગે પાણીમાં ચાલતા સ્ટેશન સુધી જવું પડ્યું હતું.
——–
૨ દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં પાળી પર બેસવાની મજા કંઇ અલગ જ હોય છે, પણ મંગળવારે સવારે જોરદાર વરસાદને કારણે પાળી સૂની સૂની હતી. જોકે અહીં કોઇ પણ ઘટના ન ઘટે એ માટે પાલિકાએ સુરક્ષારક્ષકોને તહેનાત કર્યા હતા. જોકે એ જ સમયે પાળી પર બેસેલાં યુવા હૈયાઓ છત્રીની ઢાલ ઓઢીને છુપાઈ ગયાં હતાં.
——–
૩ ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારે વરસાદમાં સ્કૂટર પર સામાન સાથે જતી મહિલાઓ.
——
૪ દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોક નજીક બે લલનાએ વરસાદથી બચવા માટે છત્રીનો આશરો લીધો હતો, પણ ભારે વરસાદને કારણે બંને યુવતી પલળી ગઇ હતી.
——
૫ મુંબઈમાં ભારે વરસાદને કારણે ભરાયેલાં પાણીમાં પણ અનેક લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે પાણીમાં ચાલતા જોવા મળ્યા હતા.
——-
૬ આસામના પાટનગર ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીમાં નહાવા કૂદતો છોકરો અને વાદળિયું વાતાવરણ.
——-
૭ રાજકોટમાં ભારે વરસાદને કારણે મંગળવારે રસ્તા પર પાણી ભરાઈ ગયાં બાદ તેમાં મોજમસ્તી કરી રહેલા બાળકો.
——-
૮ રાજકોટમાં મંગળવારે થયેલા ભારે વરસાદને કારણે રામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં પણ પાણી ભરાયાં હતાં.
——–
૯ રાજકોટમાં મંગળવારે ભારે વરસાદને કારણે રિંગ રોડ પર પાણી ભરાયાં બાદ ત્યાંથી પસાર થઈ રહેલા વાહનો.
—–
૧૦ ભારે વરસાદને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારે એ દૃશ્યને જોવા માટે લોકોનાં ટોળેટોળાં
ઊમટ્યાં હતાં.
૧૧ રાજકોટમાં મંગળવારે ભારે વરસાદ બાદ રિંગ રોડ પર પાણીમાંથી માર્ગ કાઢી રહેલા બાઈકસવારો.
——–
૧૨ થાણેમાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તા પર પાણી ભરાયાં હોવા છતાં રાહદારીઓ વરસાદનાં પાણીમાં ચાલતા દેખાતા હતા.
——–
૧૩ રાજકોટમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયાં બાદ પસાર થઈ રહેલા રાહદારીઓ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.