ક્લાઈમેટ ચેન્જ, પ્રદુષણ અને વસ્તીવધારના કારણે નજીકના ભવિષ્યમાં દુનિયાભરમાં પાણીની સમસ્યા વિકટ બનવાની શક્યતા છે. ત્યારે ગુજરાત સરકરે ગુજરાતમાં પાણીની ઉપલબ્ધતા 25 વર્ષમાં બમણી કરવાનો દાવો કર્યો છે. રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આગામી 25 વર્ષમાં રાજ્યમાં માથાદીઠ પાણીની ઉપલબ્ધતા બમણી કરવામાં આવશે.
The 1st All India Annual States’ Ministers Conference on “Water Vision @2047” in Bhopal began with the auspicious #JalKalash ceremony by the Chief Guest and Dignitaries. The objective of the conference is to deliberate on #watervision2047 as part of [email protected] pic.twitter.com/Dq9dRdCrDn
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) January 5, 2023
“>
મધ્યપ્રદેશના ભોપાલમાં ગુરુવારે શરૂ થયેલી રાજ્યોના પ્રધાનોની વાર્ષિક કોન્ફરન્સમાં “વોટર વિઝન@2047”ની ચર્ચામાં કુંવરજી બાવળિયાએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં 30 રાજ્યોના જળ સંસાધન પ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે પાણીની અછતને દૂર કરવા માટે વ્યૂહાત્મક કાર્યક્રમ હાથ ધર્યો છે. ગુજરાત સરકાર 2047 સુધીમાં ગુજરાતના લોકોની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા બમણી કરવા સંકલ્પબદ્ધ છે. ગુજરાતમાં હાલ માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબિક મીટર છે, જે 2047 સુધીમાં વધારીને 1,700 ક્યુબિક મીટર કરવામાં આવશે.
કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે સરકારના જળ વ્યવસ્થાપન કાર્યક્રમને કારણે ગુજરાતનું કૃષિ ઉત્પાદન 20 વર્ષમાં બમણાથી વધુ થયું છે.