ભારતને ટ્રોલ કરનારા પાકિસ્તાનીઓને ભૂતપૂર્વ ક્રિકેટરે આપ્યો જડબાતોડ જવાબ

દેશ વિદેશ સ્પોર્ટસ

એશિયા કપ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ભારત અને પાકિસ્તાનના ચાહકો લાંબા સમયથી આ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાનની ટીમનો હાઈ વોલ્ટેજ મુકાબલો 28 ઓગસ્ટના થવા જઈ રહ્યો છે ત્યારે બંને ટીમને મેચ પહેલા ઝટકો લાગ્યો છે. બંને ટીમને આ ટૂર્નામેન્ટ ફાસ્ટ બોલર વગર રમવી પડશે. પહેલા જસપ્રીમ બુમરાહ ટીમમાંથી બહાર થયો ત્યારબાદ પાકિસ્તાની બોલર શાહીન આફરીદી પણ ઘાયલ થઈ ગયો હોવાથી ટીમમાંથી બહાર થઈ ગયો છે.

શાહીન આફરીદી ઘાયલ થયાના સમચાર મળ્યા બાદ પાકિસ્તાની ફેન્સે ભારત પર નિશાન સાધવાનું શરૂ કર્યું.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વકાર યુનિસે લખ્યું હતું રે ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેન માટે શાહિનની ઈજા રાહતના સમાચાર છે. હું નિરાશ છું કે તેને એશિયા કપમાં નહીં જોઈ શકું.

જોકે, ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આ અન્ય ટીમ માટે પણ રાહતના સમાચાર છે કે બુમરાહ અને હર્ષલ એશિયા કપમાં ભાગ લઈ રહ્યા નથી. પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે ઈરફાનનું ટ્વીટ શેર કરીને મીમ શેર કર્યું હતું કે, ચાહે તુમ કુછ ના કહો મૈને સુન લીયા…

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.