શું RSS દેશભરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડ્યંત્ર રચી રહી હતી? પૂર્વ પ્રચારકે એફિડેવિટમાં લગાવ્યા ગંભીર આરોપ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસે ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) પર પ્રહાર કરતા ગંભીર આરોપો લગાવ્યા છે. RSSના ભૂતપૂર્વ પ્રચારકે કોર્ટમાં દાખલ કરેલી એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે તેણે 2004ની લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા બોમ્બ બનાવવાની શિબિરમાં ભાગ લીધો હતો અને તેને દેશના વિવિધ ભાગોમાં મોટી માત્રામાં બોમ્બ વિસ્ફોટ(Bomb blast) કરવાની જવાબદારી લેવાનું કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ(Pawan Khera) ટ્વિટર પર એફિડેવિટની કોપી શેર કરી છે. RSS કે ભારતીય જનતા પાર્ટીએ આ આરોપ પર કોઈ ટિપ્પણી કરી નથી.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ટ્વીટર પર પૂર્વ RSS પ્રચારક યશવંત શિંદેનો(Yashvanat Shinde) એક વીડિયો શેર કર્યો અને દાવો કર્યો કે, ‘એફિડેવિટમાં સંઘની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ વિશે ભયાનક માહિતીનો પર્દાફાશ થયો છે. આખા દેશમાં બોમ્બબ્લાસ્ટ કરવાનું ષડયંત્ર કેવી રીતે ઘડવામાં આવ્યું, તેમાં કોણ સામેલ હતું, આનાથી મોટી બ્રેકિંગ ન્યૂઝ શું હોઈ શકે?’

“>

સંઘના પૂર્વ પ્રચારક યશવંત શિંદેએ મહારાષ્ટ્રના નાંદેડની કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે. શિંદેએ એફિડેવિટમાં દાવો કર્યો છે કે તેણે RSS (ભાજપના વૈચારિક માર્ગદર્શક) અને રાઈટવિંગ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કામ કર્યું છે.
શિંદેએ એફિડેવિટમાં જણાવ્યું કે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો વિશે વાંચીને તેઓ 1994માં જમ્મુ ગયા હતા અને તેમને રાજૌરી અને જવાહરનગરના ‘વિસ્તારક’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના તત્કાલિન મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાના નિવેદનથી નારાજ શિંદેએ નેશનલ કોન્ફરન્સના નેતાને માર માર્યો હતો, ત્યાર બાદ તેમની ધરપકડ કરીને તેમને રાજૌરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
તેમણે એફિડેવિટમાં દાવો કર્યો છે કે 12 દિવસ પછી તેમને જામીન મળ્યા અને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ તેમની બીજી વખત ધરપકડ કરવામાં આવી. તેમને ચાર મહિના પછી મુક્ત કરવામાં આવ્યા અને 1998માં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. એક વર્ષ પછી તેઓ મહારાષ્ટ્રમાં હતા ત્યારે RSSના ઈન્દ્રેશ કુમારે કથિત રીતે તેને કેટલાક છોકરાઓને એકઠા કરવા અને તેમને આધુનિક હથિયારની તાલીમ આપવા માટે જમ્મુ લઈ જવા કહ્યું. તેઓ VHP કાર્યકર હિમાંશુ પાનસે અને તેમના સાત મિત્રોને જમ્મુ લઈ ગયા અને તેઓએ આધુનિક શસ્ત્રોની તાલીમ લીધી હતી.
સાત પાનાની એફિડેવિટમાં, શિંદેએ ઘણા RSS અને VHP કાર્યકર્તાઓના નામ આપ્યા છે અને બોમ્બ વિસ્ફોટના આયોજન અને અંજામ આપવાના ઘણા સ્તરે તેમની સંડોવણીનો દાવો કર્યો છે. તેઓ દાવો કરે છે કે તેમને જુલાઈ 2003માં દક્ષિણ મુંબઈમાં ખેતવાડી વિસ્તારમાં ગોલ દેઉલ ખાતે મીટિંગ વિશે મેસેજ મળ્યો હતો. તેઓ આપેલા સમયે મીટીંગ માટે ગયા હતા. ત્યાં માત્ર બે જ વ્યક્તિઓ હતી. તેઓ આરએસએસના સભ્યો હતા અને એ સમયના મહારાષ્ટ્ર VHP નેતાના નજીકના સહયોગીઓ હતા. આ બે વ્યક્તિઓએ શિંદેને માહિતી આપી હતી કે ટૂંક સમયમાં બોમ્બ બનાવવાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે અને ત્યારબાદ સમગ્ર દેશમાં બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના છે.
તેઓએ પ્રસ્તાવ મૂક્યો કે શિંદેએ દેશના વિવિધ ભાગોમાં બોમ્બ વિસ્ફોટો કરવાની જવાબદારી લેવાની છે. તે ચોંકી ગયા, તેમને હળવાશમાં પૂછ્યું હતું કે શું આ 2004ની તૈયારી છે. તેઓએ કઈ જવાબ ના આપ્યો. શિંદે એવો પણ દાવો કરે છે કે તેમણે હા પડી ન હતી પરંતુ તેમણે જાહેરમાં નારાજગી પણ વ્યક્ત કરી ન હતી. તેણે ‘ષડયંત્રનો ભાગ’ હોવાનો ઢોંગ કરવાનું નક્કી કર્યું જેથી તે આમાં સામેલ વ્યક્તિઓને ઓળખી શકે. સિંહગઢ કિલ્લાની તળેટીમાં એક રિસોર્ટમાં આ ત્રણ દિવસની શિબિર(camp) આયોજિત થઇ હતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદ, જલગાંવ, નાંદેડ વગેરે જિલ્લાઓમાંથી લગભગ 20 યુવાનો તાલીમ માટે હાજર રહ્યા હતા.
શિંદેની એફિડેવિટ બાદ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે, “આ નિવેદન બાદ યશવંત શિંદેનો જીવ જોખમમાં છે. મુંબઈના પોલીસ કમિશનરે તરત જ યશવંતની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.”

“>

 

1 thought on “શું RSS દેશભરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડ્યંત્ર રચી રહી હતી? પૂર્વ પ્રચારકે એફિડેવિટમાં લગાવ્યા ગંભીર આરોપ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.