Shocking! PFIના નિશાન પર હતી નુપુર શર્મા? તપાસ દરમિયાન થયો ચોંકાવનારો ખુલાસો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પટનાના ફુલવારી શરીફ ટેરર ​​મોડ્યુલ (Phulwari Sharif Terror Module) કેસમાં તપાસ દરમિચાન ચોંકાવનારો ખુલાસો થયો છે. કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓને આરોપી અતહરના મોબાઈલમાં ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માના (Nupur Sharma) ઘરનું સરનામું અને તેના ફોન નંબર મળી આવ્યા છે, જે બાદ માનવામાં આવી રહ્યું છે કે નુપુર શર્મા PFIના નિશાના પર હોઈ શકે છે. આ માહિતી મળ્યા બાદ બિહાર પોલીસની સાથે કેન્દ્રીય એજન્સી પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
આ મામલાની તપાસ કરી રહેલી NIA-IB અને બિહાર પોલીસની ટીમને શંકા છે કે નૂપુર પણ પયગંબર મોહમ્મદ પરની વિવાદાસ્પદ ટિપ્પણી માટે અતહર અને તેના જૂથનું નિશાન બની શકે છે.
11 જુલાઈએ પટનામાં પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા IBની ચેતવણી પર પોલીસે PFIની ઓફિસમાં આતંકવાદી તાલીમ શિબિર ચલાવી રહેલા અતહર પરવેઝ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને NIA, IB અને પટના પોલીસની તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા પણ તેમના નિશાના પર હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.