અમિષા પટેલની મુશ્કેલીઓ વધી! કોર્ટે જારી કર્યું વોરન્ટ, જાણો શું છે મામલો

ફિલ્મી ફંડા

ફિલ્મ એક્ટ્રેસ અમિષા પટેલ સામે મુરાદાબાદની કોર્ટે વોરન્ટ જારી કર્યું છે, જેમાં કોર્ટમાં થનારી સુનાવણીમાં હાજર ન રહેવાને કારણે તેની સામે બેલેબલ વોરન્ટ જારી કર્યો છે, એટલે હવે અમિષાને 20 ઓગસ્ટના રોજ થનારી સુનાવણીમાં હાજર રહેવું પડશે. ફિલ્મ એક્ટ્રેસ અમિષા પટેલ અને તેના સહયોગી પર 11 લાખ રૂપિયા એડવાન્સ લીધા હોવા છતાં લગ્નના ઈવેન્ટમાં ન આવી હોવાનો આરોપ છે. અમિષાને એક લગ્ન સમારંભમાં ડાન્સ માટે આમંત્રિત કરવામાં આવી હતી, જેની માટે તેણે 11 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતાં. જોકે, તે કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી હોવાથી ઈવેન્ટ કંપનીના માલિકે અમિશા પટેલ સામે કોર્ટ કેસ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચેક બાઉન્સ કેસમાં ભોપાલ કોર્ટે તેની સામે વોરન્ટ જારી કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.