વર્ધાઃ જૂની અદાવતને પગલે બે જૂથમાં જોરદાર રાડો થયો હોવાની ઘટના મહારાષ્ટ્રના વર્ધામાં બની હતી અને તોફાન દરમિયાન એક જૂથના સભ્યએ હવામાં ગોળીબાર કર્યો હતો. મંગળવારની રાતે આ ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે છ જણની ધરપકડ કરી હતી. આ મારપીટમાં એક જણને ઈજા પહોંચી હતી. પોલીસે બંને જૂથ સામે પરસ્પર ગુનો નોંધ્યો છે અને આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વર્ધાના સ્ટેશનફેલ પરિસરમાં મંગળવારે રાતે બે જૂથમાં તોફાન થયું હતું. વિવાદનો ઉકેલ લાવવા ભેગા થયેલાં બંને જૂથના સભ્યોએ પરસ્પર એકબીજામાં બાખડી પડ્યા હતા. આ તોફાનમાં એક જણને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તની સારવાર કરાઈ રહી હતી. બંને જૂથમાં ચોક્કસ કયા કારણસર વિવાદ થયો હતો એ હજી સુધી જાણી શકાયું નહોતું.
જ્યારે બીજા બાજું દૂધનું બિલ ન ભર્યું હોવાને કારણે કારણે કલ્યાણમાં દૂધ વિક્રેતાએ સંબંધિત અને મિત્ર સાથે મળીને મારપીટ કરી હોવાની ઘટના આજે સવારે બની હતી. મારપીટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મધ્યસ્થી માટે વચ્ચે પડેલાં સ્થાનિકો સાથે પણ આરોપીએ ગાળા-ગાળી અને મારપીટ કરી હતી. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
અનેક મહિનાઓ સુધી ફોલોઅપ કર્યા બાદ પણ ગ્રાહકે દૂધના બિલના રૂપિયા 3000 ન ચૂકવતા, અને ઘરે હાજર ન રહેતાં રોષે ભરાયેલા દૂધવિક્રેતાએ તેને ભર રસ્તે પકડી પાડ્યો હતો. આખો મહિનો દૂધ લીધા બાદ પૈસા આપવામાં ગ્રાહક ગલ્લાતલ્લા કરી રહ્યો જેને પગલે દૂધવાળો રોષે ભરાયો હતો અને તેણે આ પગલું ભર્યું હતું.