ભારત સાથે ‘સ્થાયીશાંતિ’ જોઈએ છે, યુદ્ધ કોઈ વિકલ્પ નથી: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પાકિસ્તાનના વડા પ્રધાન(Pak PM) શાહબાઝ શરીફે(Shehbaz Sharif) કહ્યું છે કે તેમનો દેશ મંત્રણા દ્વારા ભારત સાથે “સ્થાયી શાંતિ” ઈચ્છે છે અને કાશ્મીર મુદ્દાના(Kashmir issue) ઉકેલ માટે બંને દેશો માટે યુદ્ધ વિકલ્પ નથી. શાહબાઝ શરીફે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે યુનાઇટેડ નેશન્સના ઠરાવો હેઠળ કાશ્મીર મુદ્દાનો ઉકેલ આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ માટે જરૂરી છે.
શુક્રવારે સાંજે કરેલા સંબોધનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, “પાકિસ્તાન ક્ષેત્રમાં(કાશ્મીરમાં) શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે વાતચીત દ્વારા ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છીએ છીએ કારણ કે યુદ્ધ કોઈ પણ દેશ માટે વિકલ્પ નથી.”
5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતે બંધારણની કલમ 370ની જોગવાઈઓ રદ કરી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું ત્યાર સરહદ પારથી વધી રહેલી આતંકવાદી પ્રવૃતિઓને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ ખરાબ થયા છે.
ભારતે વારંવાર કહ્યું છે કે, ‘જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.’ ભારતે હંમેશા એ વાત પર જોર આપ્યું છે કે આતંકવાદ, અસ્થિરતા અને હિંસાથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે પડોશી જેવા સંબંધો ઈચ્છે છે.

1 thought on “ભારત સાથે ‘સ્થાયીશાંતિ’ જોઈએ છે, યુદ્ધ કોઈ વિકલ્પ નથી: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.