Homeદેશ વિદેશPM મોદીનો સંપર્ક સાધવા માગો છો? જાણો કઈ રીતે

PM મોદીનો સંપર્ક સાધવા માગો છો? જાણો કઈ રીતે

આપણા દેશમાં કેટલાય લોકો એવા હશે કે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક સાધવા માગતા હશે અને કેટલાય લોકોનું એવું સપનું હોય છે કે જેમને જીવનમાં એક વખત તો એક વખત પીએમ મોદીને મળવું છે. પણ શું આવું બની શકે? તો તમારા આ સવાલનો જવાબ છે કે હા, આવું કરવું શક્ય છે અને જો તમને પણ પીએમ મોદીને મળવાની ઈચ્છા હોય તો દેશના પીએમ નરેન્દ્ર મોદીનો સંપર્ક કરી શકો છો. ચાલો આજે તમને જણાવીએ કે તમે આ કેવી રીતે કરી શકો છો…
વડા પ્રધાન કાર્યાલયની ઓફિશિયલ વેબસાઇટ pmindia.gov.in પર આપવામાં આવેલી માહિતી અનુસાર જે લોકો પીએમ મોદીનો સંપર્ક કરવા માગે છે તેઓ ફોન નંબરની મદદથી આવું કરી શકે છે. પીએમ મોદીનો સંપર્ક કરવા માટે તમારે ફક્ત આ સત્તાવાર નંબર ડાયલ કરવાનો રહેશે. આ નંબર +91-11-23012312 છે. બીજી તરફ, જો તમે ફેક્સ દ્વારા પીએમ મોદીનો સંપર્ક કરવા માંગો છો, તો તમારે આ ફેક્સ નંબરનો ઉપયોગ કરવો જોઈએ. આ ફેક્સ નંબરો છે- +91-11-23019545 અને 23016857.
ફોન અને ફેક્સ સિવાય તમે પત્રવ્યવહારથી પણ પીએમ મોદીનો સંપર્ક સાધી શકો છો. હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે પીએમ જ્યારે પણ મન કી બાત કરે છે, ત્યારે તેઓ તેમાં ઘણીવાર અલગ અલગ લોકો વિશે વાત કરે છે, તેમના દ્વારા મોકલવામાં આવેલા પત્રોની ચર્ચા પણ કરે છે અને સામાન્ય લોકો દ્વારા તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે.
જો તમે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો સંપર્ક સાધવા માગો છો તો એ વિકલ્પ પણ તમારી પાસે ખુલ્લો જ છે. આ સોશિયલ મીડિયાનો યુગ છે… જો તમે સોશિયલ મીડિયા દ્વારા ભારતના પીએમનો સંપર્ક કરવા માંગતા હો, તો તમારે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
Facebook: https://www.facebook.com/narendramodi
Twitter: https://twitter.com/narendramodi
Instagram: https://www.instagram.com/narendramodi
YouTube: https://www.youtube.com/user /narendramodi
PMO ફેસબુક પેજ: https://www.facebook.com/pmoindia
PMO ટ્વિટર પેજ: https://twitter.com/pmoindia
PMO યુટ્યુબ ચેનલ: https://www.youtube.com/pmoindia
જો તમે પીએમ મોદી સુધી તમારી ફરિયાદ પહોંચાડવા માગો છો તો તમે પીએમ ઑફિસની ઓફિશિયલ વેબસાઇટ https://www.pmindia.gov.in/ અને હોમપેજ https://pmopg.gov પર જઈ શકો છો. in/CitizenReforms/ તમે રજીસ્ટ્રેશન/ઇન્ડેક્સ પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. એટલું જ નહીં પણ તમે અહીંથી તમારી ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -