મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો! કહ્યું, કર્ફ્યૂ ન હોય તો મુંબઈ જેવા શહેરમાં લેટ નાઈટ બહાર ફરવું ગુનો નથી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: આર્થિક રાજધાની મુંબઈ સપનોના શહેરની સાથે સાથે નાઈટ લાઈફ માટે પણ લોકપ્રિય માનવામાં આવે છે. લેટ નાઈટ ફરવાના શોખીનોને ઘણીવાર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આવા જ એક મામલે મુંબઈની લોકલ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આરોપીને દોષમુક્ત કર્યો હતો. આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે, જો મુંબઈ શહેરમાં કર્ફ્યૂ ન લાગેલું હોય તો લોકો બહાર રસ્તા પર લેટ નાઈટ સુધી ફરે તો તેને ગુનો માનવામાં આવશે નહીં.

શું હતો મામલો?
દક્ષિણ મુંબઈમાં યુપીના 29 વર્ષના યુવક સામે 13 જૂનના ગુનો દાખલ કર્યો હતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે આરોપી એક રસ્તા પર બેસીને રૂમાલની મદદથી પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. અને કલમ 122-બી અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કલમ ત્યારે લાગુ થાય ત્યારે સૂયાસ્ત બાદ અને સૂર્યોદય પહેલા કોઈ ગુનો કરવાની મંશાથી પોતાનો ચહેરો ઢાંકે છે.
આ મામલો ગિરગાંવની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતમાં પહોંચ્યો ત્યારે કોર્ટે 16 જૂનના રોજ આદેશ આપીને આરોપીને દોષમુક્ત જાહેર કર્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ આશરે 1.30 વાગ્યે થઈ હતી. મુંબઈ જેવા શહેરમાં આ ટાઈમ લેટ માનવામાં આવી નહીં. રસ્તા પર કોઈ પણ ઊભું રહી શકે, એવામાં તે ગુનો કરવાની મનશાથી મોં ઢાંકે એવું માની શકાય નહીં. જો એ માની લેવામાં આવે કે રાતના દોઢ વાગ્યાનો સમય ખૂબ જ મોડો છે તો પણ રસ્તા પર ફરવું એ ક્રાઈમ નથી. જોકે, મુંબઈમાં નાઈટ કર્ફ્યૂ નહોતું તો આરોપી રસ્તા પર ઊભો હતો તેને ગુનો માની શકાય નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.