ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની

રવિ-ભાણ પરંપરામાં યોગમાર્ગના યાત્રી સંતોમાં બાલ્યાવસ્થાથી આવી ઉપાસનામાં સતત રત વાઘાસાહેબની ભજનવાણી વિશિષ્ટ ભાત પાડનારી છે. એમણે ચૂંદડી રૂપક દ્વારા ભજનના માધ્યમથી પ્રેમમાર્ગને બદલે યોગમાર્ગને પ્રયોજયો. ફંટાવું-કંઈક જૂદું કરવું – એ વ્યક્તિત્વની પ્રતિભાનું પરિચાયક ઘટક છે. આવી ડેવિયેશનની-ફંટાવાની ક્રિયાથી આગવું-અનોખુંરૂપ પ્રગટતું હોય છે. મને વાઘાસાહેબ ચૂંદડી પ્રકારની ભજન રચનામાં ફંટાઈને પોતાની રીતે યોગમાર્ગની ઉપાસનાનું નિરૂપણ કરીને
ભજન સ્વરૂપની શક્યતાને – ક્ષ્ામતાને તાગનારા જણાયા છે.
વાઘાસાહેબ બાલ્યાવસ્થાથી ભજનશ્રવણ, યોગ સાધના અને મંડપવિધિમાં સમાન્તરે સતત સંલગ્ન રહ્યા. પોતાની અલ્પ આયુષ્યની અવધિમાં અર્થાત્ પાંત્રીશ વર્ષ્ામાં એમણે પાંચ મંડપ કરેલા. મંડપમાં આખી રાત્રી સત્સંગ ચાલે. ભજન-ગાન ચાલે. કહેવાય છે કે એક મંડપમાં એમણે ચૂંદડી પ્રકારની
યોગમાર્ગી ભજનરચના ગાઈને ભક્તોના મોટા સમુદાયને
ભક્તિની ઊંચી ભૂમિકાએ લઈ જઈને-પહોંચાડીને તરબોળ કરી દીધેલા.
એમનું જન્મવર્ષ્ા ઈ.સ.૧૭૯૦ અને દેહાવસાન વર્ષ્ા ઈ.સ.૧૮રપ. જન્મ સ્થાનક ગોંડલ પાસેનું વાછરા ગામ તથા એમનું સમાધિ સ્થાનક ગોંડલની નજીકનું ખરેડા ગામ઼ એમની ગુરુભૂમિ – દીક્ષ્ાાભૂમિ ગોંડલ પાસેની કોટડા સાંગાણી પ્રેમસાહેબની સાધના-ઉપાસનાની પાવન ભૂમિ, માતાનું નામ લક્ષ્મીબાઈ અને પિતાનું નામ પાતાભાઈ. જ્ઞાતિએ હરિજન ભંગી, પણ ભક્તિ-ઉપાસનાની સાધનાબળે પ્રેમસાહેબ જેવા ઉચ્ચજ્ઞાતિના સંતના પટ્ટશિષ્ય બન્યા.
વાઘાસાહેબ એ સમયે ભજનવાણી, ગાન યોગસાધના અને મંડપ વિધાનની ઉપાસનાથી ખૂબ જાણીતા બનેલા. પૂરણદાસ નામના ભજનિક ભજનગાન પૂર્વે એમના વ્યક્તિત્વ વિશેની સાખી ગાતા.
વીરમ જોગી પાસે વેપાર, બે ઘડી બેસી કંચનનો કરીએ,
અને હૈયે હાર હરિનો, દાસપૂરણ કહે એને દીઠે ઠરીએ.
ભજનગાન પરંપરામાં ખૂબ પ્રચલિત બનેલી વાઘાસાહેબની યોગમાર્ગી અભિવ્યક્તિના ઉજળા-તેજસ્વી ઉદાહરણ રૂપની ચૂંદડી રચના આસ્વાદીએ..
સત્ગુરુ બીજક વાવિયાં, ભાવે ક્યારે પવાય,
અનભે છોડ ઊભો થિયો, પ્રેમ એની ડાળ્યું કેવાય… ૧…
દયા તણાં ફૂલ લાગિયાં, ધરમ જીંડવું કેવાય,
રેણી કરણીનાં રૂ નિપજયાં, નૂરતે સૂરતે કંતાય… ર…
ત્રણ દેવે તાણો તણ્યો, વાણો કબીર વણાય,
નામદેવે ભાતું પાડી, આ તો અમૂલય ચૂંદડી કેવાય.. ૩…
અખંડી વરની ચૂંદડી, ઓઢે ઈ અમ્મર થાય,
દાસ વાઘાની વિનતી સાગર પ્રેમ તણા ગુણ ગા. ૪..,
ચૂંદડી પ્રકારનું ભજન રૂપકાત્મક ગણાય છે. પરંપરામાં મૂળદાસની ચૂંદડી પ્રખ્યાત છે. પરંપરાને જાળવીને ચારેય યુગમાં-જુગમાં કોણે-કોણે ચૂંદડીથી મોહ પામીને શું ર્ક્યું એ ભજન છે, પણ અહીં ભક્તિ-તત્ત્વને ભજનમાં વણી લીધું છે.
સદ્ગુરુ એની વાવણી કરે છે. બીજને વાવે છે. ભાવ રૂપી જળનું એમાં સિંચન થાય છે. એથી પછી અભય રૂપી છોડ અને પ્રેમ રૂપી ડાળ એમાં
પ્રગટે છે.
એને દયા-કરુણા-રૂપી પુષ્પ, ધર્મ રૂપી જીંડવું. રહેણી-કરણી, આચાર-વિહાર રૂપી રૂ અને નૂરત-સૂરતની સાધના રૂપી કાંતણ. એનો તાણો ત્રણે દેવનો અને વાણો કબીરનો. આમ તાણા- વાણામાં દૈવી અને સંત તત્ત્વની ઉપસ્થિતિ સાથે એમાં ભાત-ચિતરામણ-નામદેવ સંતનું. એથી ચૂંદડી અમુલખ-અમૂલ્ય બને છે.
આવા અક્ષ્ાયરસના દાતા દ્વારા નિર્મિત ચૂંદડીને ધારણ કરવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. આવા-ગમનના ફેરા ટળી જાય છે. પ્રેમસાહેબના ગુણગાન ગાતા વાઘાસાહેબને આવી વિનંતીથી એના ર્ક્તા-હર્તાની ઓળખ કરાવી છે.
બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ અને કબીર-નામદેવ દ્વારા તાણાં-વાણાંથી નિર્મિત ચૂંદડી ધારણ કરવાથી, પ્રાપ્તિથી મોહ-માયાનું આવરણ દૂર થાય છે. હટી જાય છે, જેમાં આપણું કર્તૃત્વ નથી. એવા ભાવો દયા-પ્રેમ-કરુણા, ધર્મ આચરણ-વિચારણ અને એ કારણે અનભે-નિર્ભયતાથી ભક્તિ – સાધનામાં લીન બનાય. વાઘાસાહેબે આ ચૂંદડી ગાઈને પરંપરામાં પોતીકું ઉમેરણ, પોતીકી પ્રતીતિને પ્રગટ કરી છે. વાઘાસાહેબ કૃત ચૂંદડી પ્રકારની ભજન રચનાને તેઓ આગવો-અનોખો વળોટ આપતા અવલોક્વા મળે છે. ઉ

 

Google search engine