રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન

આમચી મુંબઈ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા આવેલા મહારાષ્ટ્રના નાયબમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના વિધાનસભ્યો.
(અમય ખરાડે)

વિધાન પરિષદમાં મતદાન કર્યું, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નહીં
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય લક્ષ્મણ જગતાપે રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે પહોંચ્યા નહોતા.
પુણેના જ પિંપરી-ચિંચવડ મતદારસંઘના વિધાનસભ્ય લક્ષ્મણ જગતાપ નાદુરસ્ત તબિયતને કારણે હૉસ્પિટલમાં છે. ગયા મહિને રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણી વખતે તેઓ એમ્બ્યુલન્સમાં મુંબઈ વિધાનભવન આવ્યા હતા અને તેમણે મતદાન પણ કર્યું હતું.
તેમની સ્વાદુપિંડની સારવાર ચાલી રહી છે અને તેમને એક દિવસ પણ દવાની સારવારનો ડોઝ મિસ કરી શકે તેમ ન હોવાથી તેઓ મુંબઈ આવ્યા નહોતા. ડૉક્ટરની સલાહને આધારે તેમણે મુંબઈ આવવાનું ટાળ્યું હતું.શિવસેનાના વિધાનસભ્યને ચૂંટણી પંચે મતદાન કરવા ન દીધું
મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય મહેન્દ્ર દળવી સોમવારે વિધાનભવનમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમને ચૂંટણી પંચે મતદાન કરવાની પરવાનગી આપી નહોતી. એકનાથ શિંદેના જૂથમાં રહેલા વિધાનસભ્ય રાયગઢના અલીબાગ મતદારસંઘનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એક જૂના કેસમાં થોડા સમય પહેલાં જ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. મહેન્દ્ર દળવીને જામીન મળ્યા હતા અને તેઓ વિધાનભવન પણ પહોંચ્યા હતા, પરંતુ તેમની સામે ચૂંટણી પંચને ફરિયાદ મળી હતી. એક ચૂંટણી અધિકારીએ એવી માહિતી આપી હતી કે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોને આધારે દળવીને મતદાન કરવાની પરવાનગી આપી શકાઈ નહોતી. આથી તેઓ મતદાન કરી શક્યા નહોતા. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.