ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરુ: PM મોદી, પૂર્વ PM ડૉ.મનમોહન સિંહ સહિત સાંસદોએ મતદાન કર્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ આગામી 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આજે સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે, ત્યારબાદ મતગણતરી હાથ ધરાશે. આજે મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટના રોજ શપથ ગ્રહણ કરશે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપવા સંસદ ભવન પહોંચ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સાંસદ ડૉ.મનમોહન સિંહે પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ પહોંચી પોતાનો મત આપ્યો હતો. આ ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું.
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)દ્વારા પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ ઉમેદવાર પસંદ કરાયા છે ત્યારે સંયુક્ત વિપક્ષ દ્વારા માર્ગારેટ આલ્વા ઉમેદવાર પસંદ કરાયા છે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે લોકસભામાં પૂર્ણ બહુમતી અને રાજ્યસભામાં 91 સભ્યોને ધ્યાનમાં લેતા જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતે એ લગભગ નક્કી છે.
લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો જેમાં નામાંકિત સભ્યોનો પણ સમાવેશ થાય છે તે તમામ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે લાયક છે. સંસદના બંને ગૃહોમાં કુલ 788 સાંસદો હોઈ શકે છે, જેમાં હાલ ઉપલા ગૃહની આઠ બેઠકો હાલમાં ખાલી છે. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 780 સાંસદો મતદાન કરવા માટે પાત્ર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.