ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટમાંથી 89 સીટ પર આજે મતદાન થયું હતું. ચૂંટણી આયોગે જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં પાંચ વાગ્યા સુધી 57 ટકા મતદાન થયું છે. કેટલીક જગ્યાએ ઈવીએમ મશિનમાં ખામી સર્જાઈ હતી, જોકે સવારે આઠ વાગ્યાથી થયેલી પ્રક્રિયા શાંતિથી પૂરી થઈ થઈ હતી. બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ થશે અને મતગણના આઠમી ડિસેમ્બરના રોજ થશે.
ગુરુવારે 14,382 મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું જેમાં 13,065 લાઈવ વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે અને પાર્ટી સતત સાતમી પાત સત્તા પર કબજો જમાવાની કોશિશ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપનો મુકાબલો ફક્ત કોંગ્રેસ નહીં આમ આદમી પાર્ટી સાથે પણ છે.