Homeટોપ ન્યૂઝ2019ની ચૂંટણીમાં આટલા કરોડ લોકોએ મતદાન જ નહોતું કર્યું!!!

2019ની ચૂંટણીમાં આટલા કરોડ લોકોએ મતદાન જ નહોતું કર્યું!!!

આઝાદી પછી દેશમાં મતદાતાઓના સંખ્યા છ ગણી વધી ગઈ છે. લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો જાન્યુઆરીની પહેલી તારીખથી દેશમાં મતદાતાઓની સંખ્યા વધીને 94.50 કરોડ થઈ ગઈ છે. જૂના રિપોર્ટ અનુસાર 1951માં દેશમાં કુલ મતદાતાઓની સંખ્યા 17.32 કરો હતી, જે હવે વધીને 94,50,25,694થી પણ વધારે થઈ ગઈ છે. જોકે, ચૂંટણી પંચ માટે ચિંતાની વાત તો એ છે કે ગઈ લોકસભાની ચૂંટણીમાં પણ લગભગ એક તૃતિયાંશ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ નહોતો કર્યો. આવી પરિસ્થિતિમાં મતદાતાઓને પોલિંગ બૂથ સુધી લાવવા માટે ચૂંટણી પંચે કમર કસવી પડી રહી છે.
આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો 1951માં યોજાયેલી ચૂંટણીમાં 45.67 ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું. ત્યાર બાદ મતદાતાઓના મતદાન કરવાની ટકાવારીનો ગ્રાફ ઉંચેને ઉંચે જ ગયો છે. વર્ષ 1957માં દેશમાં કુલ મતદાતાઓની સંખ્યા વધીને 19.37 કરોડ થઈ ગઈ હતી અને એ સમયે 47 ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું. 2019ી વાત કરીએ તો 2010માં ચૂંટણીમાં આશરે 30 કરોડ લોકોએ મતદાન જ નહોતું કર્યું. મતદાન નહીં કરનારાઓમાં પણ શહેરી મતદાતા, યુવાનો અને પ્રવાસી મકદાતાઓ પોતાના અધિકારનો ઓછો ઉપયોગ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ઝડપથી વધી રહેતાં મતદાતા, પણ મતદાનમાં ઘટાડો
વર્ષ       મતદાતા      મતદાન
1957    19.37       47.74
1967    21.64       55.42
2009    71.70       58.21
2014    83.40       66.44
2019    91.20       67.40
(મતદાતાની સંખ્યા કરોડોમાં, મતદાનનું પ્રમાણ ટકાવારીમાં)
પ્રવાસીઓ મતદાતાઓનું નામ તો પોતાના ગામ કે શહેરની યાદીમાં છે પણ કામકાજ માટે તે લોકો બીજા શહેર કે ગામમાં વસે છે. આ કારણસર અનેક મતદાતા પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ નથી કરી શકતા. ચૂંટણી પંચ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રિમોટ વોટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, પણ આ માટે હજી સુધી રાજકીય મંજૂરી અને મૂળ માળખાકિય ઢાંચામાં પરિવર્તન લાવવાની આવશ્યકતા છે. આ વર્ષે અનેક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ પરિસ્થિતિમાં વધુને વધુ મતદાતાઓ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
1962ની ચૂંટણીમાં પહેલી જ વખત 50 ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું અને એ સમયે કુલ મતદાતાઓની સંખ્યા 21 કરોડનો આંકડો પાર કરી ચૂકી હતી. 2009ની ચૂંટણી વખતે નોંધણીકૃત મતદાતા 71 કરોડ જેટલા હતા, 2014માં આ આંકડો વધીને 83 કરોડ થઈ ગયો હતો. 2019માં કુલ મતદાતા 91 કરોડ હતા અને એમાં 67 ટકા મતદાતાઓએ જ મતદાન કર્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular